મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી


SHARE









હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી

હળવદના ધુળકોટ ગામે આવેલ શક્તિ માતાજીના મંદિરને તસ્કરે નિશાન બનાવ્યું છે અને ત્યાં મંદિરની અંદર રાખવામાં આવેલા સોના અને ચાંદીના 80 જેટલા છતર તેમજ ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડી આમ કુલ મળીને 75 હજાર રૂપિયાની કિંમતના મુદ્દામાલની મંદિરમાંથી ચોરી કરવામાં આવેલ છે જેથી આ બનાવ સંદર્ભે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ તાલુકાના ધુળકોટ ગામે રહેતા અર્જુનસિંહ હરભમજી જાડેજા (49)એ અજાણ્યા શખ્સની સામે મંદિરમાં ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે હળવદ તાલુકાના ધુળકોટ ગામે આવેલ શક્તિ માતાજીનાં મંદિરને અજાણ્યા શખ્સ દ્વારા ગત તા. 17-3 ના રાત્રીના 10:00 વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના 6:15 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન નિશાન બનાવવામાં આવ્યું હતું અને ત્યાં મંદિરમાં રાખવામાં આવેલા ચાંદીના નાના-મોટા કુલ મળીને 70 છતર, એક ચાંદીનો મુગટ જેની કુલ કિંમત 45000 રૂપિયા તથા સોનાના નાના-મોટા જુના 10 નંગ છતર અને બે સોનાની ટીલડી જેની કુલ કિંમત 30,000 રૂપિયા આમ કુલ મળીને 75,000 ની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બે બોટલ દારૂ પકડાયો, આરોપીની શોધખોળ

મોરબીના સનાળા ગામે આવેલ રામજી મંદિર વાળી શેરીમાં એકટીવા નંબર જીજે 36 એક્યુ 5932 ને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની બે બોટલ મળી આવતા 600 રૂપિયાની કિંમતની દારૂની બોટલ તથા 50,000 રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને 50,600 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો જોકે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે એકટીવાનો ચાલે ત્યાં સ્થળ ઉપર હાજર ન હોય હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 




Latest News