મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ


SHARE







તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ

મોરબીમાં ગત 23 માર્ચ, 2026 ના રોજ એક 100 વર્ષના મહિલા દર્દી આયુષ હોસ્પિટલમા ઈમરજન્સી વિભાગમા અર્ધ બેભાન હાલતમાં આવ્યા હતા. ડો.સત્યજીતસિંહ જાડેજા દ્વારા ઉંડાણમા તપાસ કરતા જણાયું કે દર્દીનું ઓક્સિજન લેવલ માત્ર 60 ટકા જ છે, હ્રદયના ધબકારા જીવલેણ એટલે કે ખૂબ જ વધારે અને અનિયમિત છે, હ્રદય નબળુ પડી ગયું છે, ફેફસામા ચેપ ફેલાયેલો છે, ફેફસાં પણ નબળા પડી ગયા છે, દર્દીનું બીપી ખૂબ જ ઓછુ છે, દર્દીના શરીરમા ઝેરી CO2 વાયુનું લેવલ ખૂબ જ વધારે છે. આમ દર્દીની સંપૂર્ણ પરિસ્થિતિને ધ્યાન ઉપર લેતા ડો.સત્યજીતસિંહ જાડેજા દ્વારા તેમને તાત્કાલિક વેન્ટિલેટર ઉપર લઈ આઈ.સી.યુ માં દાખલ કરવામાં આવ્યા હતા.

અંતે આયુષ હોસ્પિટલમાં ડો.સત્યજીતસિંહ જાડેજાના સચોટ નિદાન અને સારવારના પગલે માત્ર 6 દિવસમાં વેન્ટિલેટર ઉપરના અને આટલી ગંભીર બીમારી એક સાથે લાગુ પડેલા 100 વર્ષના દર્દીને તેમના પગ ઉપર ચાલતા મોકલી આયુષ હોસ્પિટલમાથી હસતાં મોઢે રજા આપવામાં આવી હતી.દર્દીના સગાઓ દ્વારા, " સાહેબ અમારા બા ની પરિસ્થિતિ જોતા અમને એમના જીવનની આશા જ નહોતી, તમે ચમત્કાર કરી દીધો " જેવા લાગણીભર્યા શબ્દો સાથે આયુષ હોસ્પિટલ અને ડો.સત્યજીતસિંહ જાડેજાનો આભાર માનવામાં આવ્યો હતો.






Latest News