મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા


SHARE







વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

રાજકોટ રૈયા ચોકડી વિસ્તારમાં રહેતા યુવાનને તેના મિત્રની સાથે ભાડા અને અન્ય ખર્ચની રકમ બાબતે વાંકાનેર બાઉન્ડ્રી પાસે ઝઘડો થયો હતો અને ત્યારે યુવાન પાસે રૂપિયાની માંગણી કરીને ગાળાના ભાગે છરી વડે ગંભીર ઇજા કરી હતી જેથી કરીને તેની હત્યા થઈ ગયેલ હતી અને આ બનાવ સંદર્ભે પોલીસે હત્યાનો ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં સરકારી વકીલની દલીલ અને રજૂ કરેલા આધાર પુરાવાઓને ધ્યાને રાખીને કોર્ટે આરોપીને આજીવન કેદની સજા અને દંડ ફટકાર્યો છે.

કેસની સરકારી વકીલ પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટ રૈયા ચોકડી પાસે રહેતો રાજકુમાર જીવલાલ પ્રજાપતિ અને આરોપી જીતેન્દ્રસિંહ ઉર્ફે જેકીભાઈ મંગલસિંહ રાજાવત રહે. મૂળ  એમપી વાળો બંને મિત્ર હતા અને સાથે જ રહેતા હતા અને કલરકામમાં મજુરી કરતા હતા બંને મિત્રો અવારનવાર સાથે ખરીદી કરવા માટે જતાં હતા જો કે, મૃતક રાજકુમાર પ્રજાપતિ ભાડાના કે પછી ખર્ચના રૂપિયા આપતો જ ન હતો જેથી આરોપીએ તેની પાસે વાંકાનેર બાઉન્ડ્રી નજીક બાવળની જાળીમાં રૂપિયાની માંગણી કરી હતી ત્યારે રૂપિયાની લેતીદેતી બાબતે આરોપી જીતેન્દ્રસિંહ સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો ત્યારે આરોપીએ છરી વડે રાજકુમારને ગળાના ભાગે ઈજા કરી હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું જે બાબતે વર્ષ 2023 ના માર્ચ માહિનામાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો અને પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. આ કેસ મોરબીના બીજા એડીશનલ સેશન્સ જજ એમ.આર.નાદપરા સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ દવે દ્વારા કરવામાં આવેલ દલીલ અને રજૂ કરવામાં આવેલ 16 મૌખિક અને 42 દસ્તાવેજી પુરાવાને ધ્યાને રાખીને કોર્ટે આરોપી જીતેન્દ્રસિંહ રાજાવતને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા અને 5000 નો દંડ કર્યો છે.






Latest News