મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું


SHARE







પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું

સંસ્કૃત ભાષાના વિકાસ માટે સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર દ્વારા ગુજરાત સરકારના સહકારથી રાજયમા 'યોજનાપંચકમ્ ' અમલમાં મુકાયું છે. જેના અંતર્ગત ગીતા તથા સુભાષિતોના જ્ઞાનને પ્રોત્સાહન આપવામા આવી રહ્યુ છે. આ યોજનામાં 100 સુભાષિતો યાદ કરનારને ' शतसुभाषितपंडित:' એવોર્ડ આપવામાં આવે છે.

આ વર્ષે રાજયભરમાંથી 100 જેટલા પ્રતિભાશાળી વ્યક્તિઓની પસંદગી કરવામાં આવી હતી જેમાં મોરબી તાલુકાની લીલાપર પ્રાથમિક શાળાના શિક્ષિકા એવા વીણાબેન મેહુલભાઇ દલસાણિયા (દેસાઈ)એ સ્પર્ધામાં ભાગ લઇ સફળતા મેળવીને મોરબીનું ગૌરવ વધાર્યું છે. ગાંધીનગર સ્થિત લોકભવનમાં આયોજિત રાજય કક્ષાના સમારોહમાં શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા સરના હસ્તે વીણાબેન દલસાણિયા (દેસાઈ)ને ' શત સુભાષિત પંડિત ' જેવી પ્રતિષ્ઠિત ઉપાધિથી સન્માનિત કરવામાં આવ્યાં હતા.






Latest News