મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે


SHARE











મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજય લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે

મોરબીમાં સીરામીક ઉદ્યોગપતિ પણ હવે સલામત નથી, મોરબી જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય અને રાષ્ટ્રભક્ત અજય લોરિયાએ ઘણા સમયથી સિરામિક ઉદ્યોગકારે હાથ ઉછીના 25 લાખ રૂપિયા આપ્યા હતા અને તે પૈસા પાછા મેળવવા માટે થઈને ઉદ્યોગકારે પૈસાની માંગણી કરી હતી જેથી ઉદ્યોગકારને રવિવારે રાત્રિના 11:30 વાગ્યે ભારત ટ્રાન્સપોર્ટના ડેલામાં બોલાવીને લોખંડની ખીલી વાળો ધોકોથી ઉદ્યોગકાર તથા તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ગુનામાં પોલીસે તાત્કાલિક જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્યની ધરપકડ કરી છે. અને તેની ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ વિગેરે મુદામાલને કબ્જે કરેલ છે.

મોરબીના સિરામિક ઉદ્યોગપતિ શેખરભાઈ રતિલાલભાઈ આદ્રોજાએ ઘણા સમયથી મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય અજય મનસુખભાઈ ઉર્ફે પોપટભાઈ લોરીયાને હાથ ઉછીના 25 લાખ રૂપિયા આપ્યા હતા જે પૈસા પાછા મેળવવા માટે તેઓએ પોતે પોતાના મોબાઈલ ફોનમાંથી અજયને ફોન કર્યો હતો અને ત્યારબાદ રવિવારે રાત્રિના 11:30 વાગ્યાના અરસામાં અજયએ શેખરભાઈ આદ્રોજાને શનાળા રોડ ઉપર આવેલ ભારત ટ્રાન્સપોર્ટના ડેલામાં બોલાવેલ જેથી શેખરભાઈ તેના મિત્ર જયેશભાઈ પાડલીયાને સાથે લઈને ઇનોવા ગાડીમાં ત્યાં ગયા હતા ત્યારે શેખરભાઈ કશું જ સમજે તે પહેલા અજય લોરીયાએ લોખંડની ખીલી વાળો ધોકો લઈને શેખરભાઈ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કર્યો હતો જે બનાવ સંદર્ભે હાલમાં શેખરભાઈ રતિલાલભાઈ આદ્રોજાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજય મનસુખભાઈ લોરીયાની સામે ફરિયાદ નોંધાવેલ હતી.

વધુમાં શેખરભાઈએ જણાવ્યુ હતું કે, અજય લોરીયાએ તેને બોલાવ્યા હતા તે જગ્યાએ ગયા તે સમયે અજય લોરીયા તેની મર્સિડીઝ ગાડી નંબર ડીડી 2 જી 1414 લઈને ત્યાં આવેલ હતો અને તેની ગાડીમાંથી લોખંડના ખીલા વાળો ધોકો કાઢીને ફરિયાદી અને તેના મિત્રને ગાળો આપીને શેખરભાઈને કહ્યું હતું કે, “કેમ પૈસા માંગ માંગ કરે છે” અને ત્યારબાદ ધોકો વડે શેખરભાઈ અને તેના મિત્ર ઉપર હુમલો કર્યો હતો જેથી જયેશભાઈને માથાના ગંભીર ઇજા થતાં 12 થી વધુ ટાંકા આવ્યા છે અને શેખરભાઈને બંને હાથમાં ફ્રેકચર અને શરીરે ઇજાઓ થઈ હતી. આટલું જ નહીં જયેશભાઇને કારમાંથી કાંઠલો પકડીને બહાર કાઢીને ઢસડીને માર માર્યો હતો ત્યારે તેના ગાળામાંથી સોનાનો ચેન અને સોનાનું પેન્ડલ પડી ગયું છે. જેથી આ બનાવમાં હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા અને આ ગુનામાં એ ડિવિઝનના પીઆઇ આર.એસ. પટેલ અને તેની ટીમે આરોપી અજય મનસુખભાઈ લોરીયાની ધરપકડ કરેલ છે

આ બાબતે ડીવાયએસપી જે.એમ. આલની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તેઓએ જણાવ્યુ હતું કે, ફરિયાદીને 25 લાખ આપવાનો આરોપી અજય લોરિયાએ વાયદો કર્યો હતો જો કે, રૂપિયા આપેલ ન હતા અને ત્યાર બાદ ભારત ટ્રાન્સપોર્ટના ડેલમાં ફરિયાદીને બોલાવીને તેના ઉપર હુમલો કર્યો હતો જે ગુનાના કામે આરોપી અજય લોરિયાની ધરપકડ કરીને તેની મર્સિડીઝ ગાડી, ધોકો, કપડાં અને મોબાઈલ ફોન વિગેરે મુદામાલ કબ્જે લેવામાં આવેલ છે.

અત્રે ઉલેખનીય છે કે, મોરબીમાં માત્ર ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતમાં સોની વેપારીની હત્યા, જમીન દલાલીના રૂપિયા બાબતે યુવાનની હત્યા, ઉછીના આપેલા રૂપિયા પાછા માંગતા સિરામિક ઉદ્યોગકારની હત્યાનો પ્રયાસ આવા રોજબરોજ બનતા બનાવોના લીધે મોરબીમાં પોલીસની કામગીરી સામે સવાલો ઊઠે તે સ્વાભાવિક છે અને જો મોરબીમાં સિરામિક ઉદ્યોગપતિ કે વેપારી પણ સલામત ન હોય તો સામાન્ય લોકોની સલામતી શું હશે તે પ્રશ્ન ઊઠે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.






Latest News