મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના આરોગ્ય દિવસ નિમિતે સાંસદ રમેશભાઈ ધડૂકે ૫૧૫ લાખના લોકાર્પણ-ખાતમુહુર્ત કર્યા


SHARE













મોરબી જીલ્લાના આરોગ્ય દિવસ નિમિતે સાંસદ રમેશભાઈ ધડૂકે ૫૧૫ લાખના લોકાર્પણ-ખાતમુહુર્ત કર્યા

મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં બ્લડ ડોનેશન કેમ્પ, મોતીયાની સર્જરીનો કેમ્પ તેમજ ૯૦ લાખ રૂપિયાના ખર્ચે નિર્મિત હળવદ તાલુકાના જુના દેવળીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૨૦-૨૦ લાખ રૂપિયાના ખર્ચે નિર્મિત ચુંપણી અને માથક પેટા આરોગ્ય કેન્દ્રનું એમ કુલ ૧૩૦ લાખના ખર્ચે નિર્મિત આરોગ્ય કેન્દ્રનું ડીજીટલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત હળવદ તાલુકાના ચરાડવા ખાતે ૩૮૫ લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર સામૂહિક આરોગ્ય કેન્દ્રના બિલ્ડીંગનું ઇ-ભૂમિ પૂજન સાંસદના હસ્તે કરવામાં આવ્યું હતું.

સાંસદ રમેશભાઈ ધડુકે જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર આરોગ્યલક્ષી સુવિધાઓ વધુને વધુ લોકો સુધી પહોંચે તે માટે વિવિધ યોજનાઓ તેમજ હાલમાં કોરોનાની રસી મુદ્દે ખૂબ જ સંવેદનશીલ બનીને કામગીરી કરી રહી છે. સાંસદ રમેશભાઈ ધડુકે ઉપસ્થિત શહેરીજનોને કોરોનાની રસી લેવાની બાકી હોય તો તાત્કાલિક લઇ લેવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે યોજાયેલ સમારંભમાં જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાએ મોરબી જિલ્લામાં કોરોના જેવા કપરા કાળમાં મોરબીના દાનવીર ઉદ્યોગપતિઓ, સામાજિક અને સેવાકીય સંસ્થાઓની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે જ આરોગ્ય વિભાગની કામગીરીની પણ સરાહના કરી ઉત્તમ કામગીરી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન હિરાભાઇ ટમારીયાએ મોરબી જિલ્લામાં હાલમાં આરોગ્યની અપાઇ રહેલ સુવિધાઓ અંગેની માહિતી આપી ભવિષ્યમાં આરોગ્યલક્ષી સુવિધાઓ વધુ ઉત્તમ બનાવવાના કોલ આપ્યો હતો.

મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલ કાર્યક્રમના પ્રારંભે જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ.કતીરાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. બાદમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સગર્ભા તેમજ ધાત્રી બહેનોને પોષણક્ષમ આહારની કીટોનું વિતરણ અને પીએમજેએવાય યોજનાના લાભાર્થીઓને  કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન તેમજ આભારવિધિ દિનેશભાઈ વડસોલાએ કરી હતી. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, જિલ્લા કલેકટર જે.બી.પટેલ જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતીભાઈ પડસુંબીયા, જિલ્લા ભાજપ મહામંત્રી જયુભા જાડેજા, વાઘજીભાઈ ડાંગરોચા, અશોકભાઈ ચાવડા, ડો. દુધરેજીયા, ડો. સરડવા, ડો. રંગપરીયા, મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરૈયા સહિત આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News