મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા પંચમહાભૂતમાં વિલીન, અંતિમયાત્રામાં રાજ્યમંત્રી સહિતના જોડાયા


SHARE







મોરબી માળિયા વિસ્તારમાં નહીં પરંતુ સમગ્ર જિલ્લામાં લડાયક નેતા તરીકેની એક આગવી ઓળખ ધરાવતા મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાનું ગઈકાલે હાર્ટ એટેકના કારણે અવસાન થયું હતું ત્યાર બાદ આજે બપોરે 12:30 વાગ્યે તેઓના નિવાસ્થાનેથી તેમની અંતિમયાત્રા નીકળી હતી અને ત્યારે રાજ્યના મંત્રી ઉપરાંત ત્રણેય પક્ષના રાજકીય અગ્રણીઓ, મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો સહિતના નગરજનો તેઓની અંતિમયાત્રામાં જોડાયા હતા

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા સોમવારે મોડી સાંજે મહેન્દ્રનગર ગામે કોંગ્રેસના કાર્યકર્તાના ઘરે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બેઠક કરવા માટે ગયા હતા ત્યારે અચાનક તેઓને તેઓ હાર્ટ એટેકનો હુમલો આવ્યો હતો જેથી તેઓને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે, સારવાર કારગત ન નીવડતા તેમનું હાર્ટ એટેકના તીવ્ર હુમલાના કારણે મોત નીપજ્યું હતું

ત્યારબાદ આજે સવારે 11:30 વાગ્યે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વ્રજવાટીકા ખાતે તેઓના નિવાસ્થાન ખાતેથી તેમની અંતિમયાત્રા નીકળી હતી અને ત્યારે રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય રાજકીય પક્ષના સ્થાનિક આગેવાનો તથા કોંગ્રેસના દિગ્ગજ આગેવાનો કિશોરભાઈ ચીખલીયાની અંતિમયાત્રામાં જોડાયા હતા આ ઉપરાંત પાટીદાર સમાજના આગેવાનો, સિરામિક ઉદ્યોગકારો સહિતના નગરજનો અંતિમયાત્રામાં જોડાયા હતા

ખાસ કરીને અંતિમયાત્રામાં જોડાયેલા લોકોએ કિશોરભાઈ ચીખલીયાએ છેલ્લા વર્ષોમાં લોકો માટે કરેલા કામ, તેઓની હર હંમેશ ખેડૂતોને ઉપયોગી થવાની ભાવનાને યાદ કરી હતી અને ન માત્ર પાટીદાર સમાજ પરંતુ મોરબી અને કોંગ્રેસને કદી ન પૂરી શકાય તેવી ખોટ આજે પડી છે તેવી લાગણી સહુ કોઈએ વ્યક્ત કરી હતી

અત્રે ઉલ્લેખની છે કે વર્ષ 2010 માં તેઓ પ્રથમ વખત કોંગ્રેસના સિમ્બોલ સાથે રાજકોટ જિલ્લા પંચાયતમાં ચૂંટાયા હતા અને ત્યારબાદ વર્ષ 2015 માં મોરબી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના સિમ્બોલ સાથે ચૂંટાયા હતા અને ત્યાર બાદ તેઓએ મોરબી જિલ્લા પંચાયતમાં કારોબારી સમિતિના અધ્યક્ષ તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી હતી અને વર્ષ 2024 થી તેમને મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પદની જવાબદારી રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આપવામાં આવી હતી અને આગામી સમયમાં તેઓના નેતૃત્વમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી મોરબીમાં યોજાવાની હતી જેથી તેઓ દ્વારા મજબૂત ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ચાલુ હતી તેવા સમયે અચાનક કિશોરભાઈ ચિખલિયાનું અવસાન થવાથી આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ નોંધારી બની ગઈ છે. તેવું કહીએ તો અતિશયોક્તિ નથી






Latest News