મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન


SHARE





મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન

મોરબીમાં સંવિધાન ચેરિટેબલ એન્ડ એજયુકેશન ટ્રસ્ટ દ્વારા બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકરજી તેમજ મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે આગામી તા ૧૧/૪/૨૬ ને શનિવારના રોજ રાત્રે ૯:૩૦ કલાકે ભડીયાદ કાંટે આવેલ તથાગત બુદ્ધ કામયુનિટી હૉલ ખાતે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટે જાહેર જનતાને આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.

ભારત વર્ષના બે મહાન સમાજ સુધારકો અને યુગપુરૂષો એવા ડો. બાબા સાહેબ આંબેડકરજી અને મહાત્મા જ્યોતિબા ફુલેજી ની જન્મજયંતિ નિમિત્તે સંવિધાન ચેરિટેબલ એન્ડ એજયુકેશન ટ્રસ્ટ- મોરબી દ્વારા "યુગપુરૂષ વંદના" સંગીત સંધ્યા તેમજ મહાપુરૂષોની જીવન સંઘર્ષ ગાથાનું આયોજન કરવામાં આવેલ છે જેમા ગુજરાતના ખ્યાતનામ કલાકાર પ્રદીપભાઈ સોલંકી-સુરત, બિંદીયાબેન સોલંકી-જૂનાગઢ, નીલયરાજભાઈ- કચ્છ તેમજ કમલેશભાઈ પુરબીયા અને સાજિંદા ગ્રૂપ પોતાનો સંગીતરસ પીરસશે. આ સંગીત સંધ્યાનો વધુમાં વધુ લોકો લાભ લે તેના માટે આયોજકોએ જાહેર આમંત્રણ આપ્યું છે. 




Latest News