મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદના સુંદરગઢ અને કડિયાણા વચ્ચે રોંગ સાઈડમાં આવેલા ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડને ગંભીર ઇજા


SHARE









હળવદના સુંદરગઢ અને કડિયાણા વચ્ચે રોંગ સાઈડમાં આવેલા ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડને ગંભીર ઇજા

હળવદના સુંદરગઢથી કડિયાણા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ પેપર મિલના ગેટ પાસેથી આધેડ બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે રોંગ સાઈડમાં ટ્રક ટ્રેલર લઈને આવી રહેલા વાહન ચાલકે બાઈકને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં આધેડને માથા, નાક અને શરીરે ગંભીર ઈજા થઇ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને સારવાર લીધા બાદ આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદના નવી સિરોઇ ગામે રહેતા મેરૂભાઈ અમરશીભાઈ પંચાસરા (50)એ ટ્રક ટ્રેલર નંબર જીજે 12 બીએક્સ 0997 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે હળવદ તાલુકાના સુંદરગઢ થી કડીયાણા ગામ વચ્ચે આવેલ નીયોની પેપર મીલના ગેટ પાસેથી તેઓ પોતાનું બાઈક નંબર જીજે 36 પી 0398 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ટ્રેલરનો ચાલક પોતાનું વાહન રોંગ સાઈડમાં લઈને સામેથી આવી રહ્યો હતો અને તેણે ફરિયાદીના બાઇકને હડફેટે લીધું હતું જેથી આધેડને માથા, નાક અને જમણા હાથમાં ગંભીર ઇજા થઈ હતી જેથી તેણે સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મારા મારીમાં ઇજા

મોરબીના નાનીવાવડી ગામે રહેતા નિખીલભાઈ અશોકભાઈ વામજા (19) નામના યુવાનને સમજુબા સ્કૂલ પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને પૈસાની લેતી દેતી બાબતે મારામારી થઈ હોવાનું પોલીસ પાસેથી જાણવા મળી રહ્યું છે.




Latest News