મોરબીમાં દિવ્યાંગ બાળકોને પિક્ચર બતાવીને દેવેન રબારીએ જન્મદિનની કરી ઉજવણી
મોરબી : ધાંગધ્રાથી દારૂ લાવીને મોરબીમાં વેચવા જતાં ૨૦ બોટલ સાથે યુવાન ઝડપાયો
SHARE







મોરબી : ધાંગધ્રાથી દારૂ લાવીને મોરબીમાં વેચવા જતાં ૨૦ બોટલ સાથે યુવાન ઝડપાયો
મોરબીમાં પંચાસર રોડ ન્યુ ચંદ્રેશનગર શીવપાનની બાજુમાં ભાડાના મકાનમાં રહેતો યુવાનના પંચાસર રોડ નાની કેનાલ પસેથી નિકળયો ત્યારે તેની તલાસી લેવાતા તેની પાસે રહેલ થૈલામાંથી જુદીજુદી બ્રાન્ડનો ૨૦ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે તેની પાસેથી ૧૫,૭૫૦ નો મુદામાલ કબજે કરીને આરોપીની ધરપકડ કરી હતી.
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી સીટી એ ડુવિજન પોલીસ સ્ટાફ મોરબીના પંચાસર રોડ નાની કેનાલ પાસેથી જતો હતો ત્યારે શંકાસ્પદ હાલતમાં થાલા સાથે જતા ઇસમને અટકાવીને તેની તલાસી લેવાતા મુળ ધાંગધ્રા સોની તલાવડી લાલટાંકીનો રહેવાસી અને હાલમાં મોરબીમાં પંચાસર રોડ ન્યુ ચંદ્રેશનગર શીવપાનની બાજુમાં ભાડાના મકાનમાં રહેતા કમલેશભાઇ રમેશભાઇ સોનગ્રા જાતે સતવારા (ઉમર ૨૬) ની પાસેના થૈલામાંથી પોલીસને ભારતીય બનાવટની વિદેશીદારૂની અલગ અલગ બ્રાન્ડની ૨૦ બોટલ દારૂ મળી આવતા રૂા.૧૫,૭૫૦ નો મુદામાલ કબ્જે કરીને કમલેશની ધરપકડ કરવામાં આવી હતી.પકડાયેલ ઇસમ ધ્રાંગધ્રાથી દારૂની ૨૦ બોટલો લાવ્યો હતો અને અહીં વેચાણ કરવાનો હતો.જોકે ધ્રાંગધ્રામાં કોની પાસેથી દારૂની બોટલો લાવ્યો તે દિશામાં તપાસ થશે ખરી..?
મારામારીમાં ઇજા
મોરબીના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતો હાર્દિક કાનાભાઈ મકવાણા નામનો ૨૬ વર્ષીય યુવાન ગત રીત્રીના દશેક વાગ્યે કંડલા બાયપાસ પાપાજી ફનવર્લ્ડ પાસે હતો ત્યાં તેને મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના રવાપર રોડ એવન્યુપાર્ક સોસાયટીમાં રહેતો અજય શીવાભાઈ કરોતરા નામનો એકવીસ વર્ષીય યુવાન ભૂલથી ફીનાઇલ વાળા ગ્લાસમાં પાણી પી જતા તેને અસર થવાથી અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના નવલખી રોડ ઉપર થયેલ વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી દિપક ગણપતભાઇ પરમાર (૨૨) અને વિશાલ મનસુખભાઈ ભટ્ટી (૧૮) નામના મહેન્દ્રનગર ગામના બે યુવાનોને ઈજા થતાં બંનેને અહીં ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે હળવદના ખેતરડી ગામે પ્રાથમિક શાળા પાસે બાઇકમાંથી નિચે પડી જતા ઉદય મહિપતભાઈ મકવાણા નામના ૧૭ વર્ષીય યુવાનને ઇજાઓ થતા તેને પણ સારવાર માટે અહીં ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
