મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના ઘોડાધ્રોઈ ડેમની કલેક્ટરે મુલાકાત લીધી મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત બ્રાહ્મણી-૨ ડેમના પાણીના પ્રવાહથી મયુરનગર-રાયસંગપર રોડનો કોઝવે ધોવાયો મોરબીનો મચ્છુ 2 ડેમ છલકાતા મેયર, ધારાસભ્ય, કલેકટર અને કમિશનરે નવા નીરના કર્યા વધામણાં
Breaking news
Morbi Today

હું છું કિશોરભાઈ ચીખલીયા ના સંકલ્પ સાથે મોરબીમાં કોંગ્રેસ કરશે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ, શહેરની કાયાપલટનું આપ્યું કોંગ્રેસના પ્રમુખે કમિટમેન્ટ


SHARE







આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને મોરબી શહેર કોંગ્રેસ દ્વારા આજે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને મહાનગરપાલિકામાં કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી આવે તો મોરબીમાં કઈ કઈ પ્રકારના પરિવર્તનો આવશે તેના માટેની માહિતી મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા આપવામાં આવી હતી અને ખાસ કરીને તાજેતરમાં મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખનું નિધન થયું હોય તેઓને શ્રદ્ધાંજલિના ભાગરૂપે આ ચૂંટણીના પ્રચાર દરમિયાન "હું છું કિશોર ચીખલીયા" ની નેમ સાથે દરેક કાર્યકર ચૂંટણીના મેદાનમાં જશે અને પૂરી તાકાત સાથે ચૂંટણી લડશે તેવો સંકલ્પ કર્યો છે

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં ખાસ કરીને મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા મોરબી શહેર કોંગ્રેસ સમિતિનું નગરજનો માટેનું કમિટમેન્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ખાસ કરીને શહેરના લોકોને હાલમાં તમામ ફિલ્ટર પ્લાન્ટ બંધ હોય મહાપાલિકા દ્વારા અશુદ્ધ પાણી સપ્લાય કરવામાં આવે છે તેની જગ્યાએ તમામ ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરવામાં આવશે અને લોકોને શુદ્ધ પીવાનું પાણી મળે તેવી વ્યવસ્થા કરાશે. આ ઉપરાંત મોરબી મહાનગરપાલિકાના જનરલ બોર્ડની અંદર જે પણ ચર્ચાઓ થાય, જે પણ ઠરાવ લઈને નિર્ણય થાય તેની લોકો સુધી સંપૂર્ણ માહિતી પહોંચે તે માટે જનરલ બોર્ડની બેઠક લાઈવ થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે તેમજ સારા રોડ રસ્તા, બાગ બગીચા વિગેરે પ્રાથમિક સુવિધાઓને પ્રાધાન્ય આપવામાં આવશે તેવી માહિતી આપી હતી.

ખાસ કરીને તાજેતરમાં થોડા દિવસો પહેલા જ મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાનું હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું અને તેઓ કોંગ્રેસ પરિવારના મોભી હતા અને મોરબી શહેર તથા જિલ્લામાં કોંગ્રેસને મજબૂત બનાવવા માટે તેઓએ ખૂબ મોટું યોગદાન આપ્યું છે ત્યારે આ ચૂંટણીમાં "હું છું કિશોર ચીખલીયા" ના સંકલ્પ સાથે તેઓને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના ભાવ સાથે દરેક કોંગ્રેસનો કાર્યકર્તા ચૂંટણી પ્રચાર માટે જશે અને આગામી ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થાય અને સ્પષ્ટ બહુમતી મહાનગરપાલિકામાં આવે તો લોકોની સુખાકારીમાં વધારો થાય તેવા દરેક કાર્યોને પ્રાધાન્ય આપવામાં આવશે તેવી માહિતી શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા આપવામાં આવી હતી






Latest News