મોરબીમાં ઘરેથી નીકળી ગયેલી મહિલાનું પતિ સાથે મિલન કરાવતી મોરબી જિલ્લા 181 અભયમ ટીમ મોરબીમાં શ્રમયોગીઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે ૨૬ એપ્રિલે સવેતન રજા આપવીમોરબીમાં શ્રમયોગીઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે ૨૬ એપ્રિલે સવેતન રજા આપવી મોરબી  :  લગ્ન મુહૂર્તે થતાં બાળલગ્નો અટકાવવા મોરબી જિલ્લામાં હેલ્પલાઇન નમ્બર્સ જાહેર કરાયા મોરબીના આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત, બંને વાહનમાં નુકસાની મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે સહોદયા સૌરાષ્ટ્ર શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારોહ યોજાયો મોરબીમાં સ્વ. શાંતાબેન બરાસરાની ઉત્તરક્રિયા નિમિત્તે યોજાયો રક્તદાન કેમ્પમાં 152 લોકોએ કર્યું રક્તદાન મોરબીના નારણકા ગામે બહુચરાજી માતાજી મંદિરે શીલાસ્થાપનનો કાર્યક્રમ યોજાશે મોરબી જિલ્લા-ગુજરાતનો વિકાસ રોકવાનું કામ કરનારાઓને હવે ઘર ભેગા કરવાના છે: હર્ષ સંઘવી
Breaking news
Morbi Today

ભાજપને જટકો, મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામીએ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં ઘર વાપસી કરી


SHARE













મોરબી જિલ્લામાં ભાજપના સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેના ઉમેદવારો જાહેર થયેલ હતી ત્યાં ભાજપને જટકા મળવાનું શરૂ થઈ ગયું છે. છેલ્લા બે વર્ષોથી ભાજપ સાથે જોડાયેલ મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ આજે ભાજપ સાથે છેડો પાડીને પુનઃ કોંગ્રેસમાં જોડાયા છે અને ક્ષણિક ક્રોધના કારણે કોંગ્રેસને તેઓએ જે તે સમયે છોડી હતી. જોકે, કોંગ્રેસ કાયમ તેઓના દિલમાં હતી જેથી આજે મુકેશભાઈ ગામી પોતાના કાર્યકરો સાથે કોંગ્રેસમાં વિધીવત રીતે જોડાયા છે

સામાન્ય રીતે ચૂંટણી નજીક આવે એટલે તડજોડનું રાજકારણ શરૂ થતું હોય છે અને ઘણા બધા રાજકારણીઓ પક્ષ પલટા કરતા હોય છે અને પક્ષ બદલાવતા હોય આવું બનતું હોય છે જોકે આવી સ્થિતિ સામાન્ય રીતે ચૂંટણી માટે ઉમેદવારોની ટિકિટ જાહેર થયા ત્યાર પછી ઊભી થતી હોય છે અને મોટાભાગે ટિકિટ ન મળે તેના કારણે પક્ષ પલટા થતા હોય છે જોકે આજે મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મોરબી જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ નયનભાઈ અઘારા, મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રભારી મહેશભાઈ રાજપુત ની હાજરીમાં મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય મુકેશભાઈ ગામી દ્વારા પોતાના વિસ્તારમાંથી તેઓની સાથે અગાઉ ભાજપમાં જોડાયેલા આગેવાનો, હોદ્દેદારો અને ટેકેદારોને લઈને વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે ત્યારે કોંગ્રેસ પરિવાર દ્વારા તેઓને આવકારવામાં આવેલ છે અને એક કાર્યકર તરીકે તેઓ આજે ફરી પાછા કોંગ્રેસમાં જોડાયા છે આ તકે મુકેશભાઈ ગામીએ જણાવ્યું હતું કે ક્ષણિક ક્રોધના કારણે કોંગ્રેસ પક્ષથી નારાજ થઈને તેઓ બે વર્ષ પહેલા ભાજપ પક્ષમાં જોડાયા હતા જોકે તેઓને દિલમાં કાયમી માટે કોંગ્રેસ હતી અને ખાસ કરીને મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ કિશોરભાઈ ચીખલીયા જ્યારે હયાત હતા ત્યારે અનેક વખત તેઓએ મુકેશભાઈ ગામીને પુના કોંગ્રેસમાં આવવા માટે થઈને કહ્યું હતું ત્યારે આજે કિશોરભાઈ ચીખલીયાને  શ્રદ્ધાંજલિનેના ભાગરૂપે તેઓ ભાજપ સાથે છેડો ફાડીને પુન કાર્યકર્તા તરીકે કોંગ્રેસમાં જોડાયા છે અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થાય તેના માટે તેઓ તથા તેઓની ટીમ તન મન ધનથી કોંગ્રેસ માટે પ્રચાર પ્રસારમાં જોડાશે.






Latest News