મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદના જુના અમરાપર ગામે શેરીમાં બાળકના રમવા બાબતે માથાકૂટ કરીને મહિલા અને તેની સાસુને પાઈપથી માર માર્યો


SHARE









હળવદના જુના અમરાપર ગામે શેરીમાં બાળકના રમવા બાબતે માથાકૂટ કરીને મહિલા અને તેની સાસુને પાઈપથી માર માર્યો

હળવદના જુના અમરાપર ગામે શેરીમાં બાળકના રમવા બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યાર બાદ બાળકને પાઇપ લઈને મારવા દોડતા તે બાબતે દેકારો થયો હતો. જેથી બાળકની માતા ઘરની બહાર આવતા તેના ઉપર લોખંડના પાઇપ પડે હુમલો કરીને વાંસા અને ડાબા હાથની હથેળી પાસે માર માર્યો હતો જેથી મહિલા નીચે પડી જતા તેને બચાવવા માટે તે મહિલાના સાસુ વચ્ચે પડ્યા હતા ત્યારે તેને જમણા હાથની કોણીના ભાગે લોખંડનો પાઇપ મારીને ઇજા કરવામાં આવી હતી જેથી ઇજા પામેલ સાસુ-વહુને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં એક શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

હળવદના જુના અમરાપર ગામે રહેતા વનિતાબેન ભરતભાઈ જાંબુકિયા (30)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે શંકરભાઈ પ્રેમજીભાઈ જાંબુકિયાની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, તેઓના ઘર પાસે તેનો દીકરો શેરીમાં રમતો હતો ત્યારે શેરીમાં રમવા બાબતે ફરિયાદી સાથે બોલાચાલી કરીને ફરિયાદીના દીકરાને લોખંડના પાઇપ લઈને મારવા માટે આરોપી દોડતા દેકારો થયો હતો જેથી ફરિયાદી ઘરની બહાર આવીને આરોપી સાથે વાત કરતા હતા ત્યારે આરોપીએ ઉશ્કેરાઈ જઈને લોખંડના પાઇપ વડે ફરિયાદીને વાસા તથા ડાબા હાથની હથેળીમાં માર મારીને ઇજા કરી હતી. તેમજ જપાજપી કરીને ફરિયાદીને નીચે પડી દેતા ફરિયાદીના સાસુ સાહેદ લાભુબેન કાનજીભાઈ જાંબુકિયા તેને છોડાવવા માટે વચ્ચે પડ્યા હતા ત્યારે આરોપીએ તેઓને જમણા હાથની કોણીના ભાગે લોખંડનો પાઇપ મારીને ઇજા કરી હતી અને મહિલા તથા તેના સાસુને ગાળો આપી હતી જેથી ઇજા પામેલ મહિલાએ સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News