મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદ નજીકથી કતલખાને લઈ જવાતી 4 ભેંસને બચાવી, 2.12 લાખનો મુદામાલ કબ્જે: બે આરોપીની ધરપકડ


SHARE









હળવદ નજીકથી કતલખાને લઈ જવાતી 4 ભેંસને બચાવી, 2.12 લાખનો મુદામાલ કબ્જે: બે આરોપીની ધરપકડ

હળવદ નજીકથી પસાર થઈ રહેલી બોલેરો ગાડીને રોકીને ચેક કરવામાં આવતા તેમાં કુરતાપૂર્વક ચાર ભેંસને બાંધીને કતલખાને લઈ જવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું જેથી ચારેય ભેંસોને બચાવવામાં આવી હતી અને ભેંસ સહિત કુલ મળીને 2,12,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ બનાવ સંદર્ભે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને બંને આરોપીને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદમાં ભવાનીનગર ઢોરો વિસ્તારમાં રહેતા મનોજભાઈ ઉર્ફે મુન્નો ગાંડુભાઈ ઝીંઝવાડીયા (35)એ  હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઓસમાણ સફીમામદભાઈ જત (19) તથા સલમ ખુદાનાભાઈ જત (20) રહે. બંને નાના સરાડા વાળની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, હળવદ નજીકથી બોલેરો ગાડી નંબર જીજે 36 એક્સ 9326 લઈને આરોપીઓ પસાર થઈ રહ્યા હતા જે ગાડીને રોકાવીને તેને ચેક કરવામાં આવી હતી ત્યારે ગાડીના પાછળના ભાગે ચાર ભેસને ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જતા હતા અને વાહનમાં પાણી કે ઘાસચારની કોઈ વ્યવસ્થા ન હતી જેથી કતલખાને લઈ જવાથી ચાર ભેંસોને બચાવી લેવામાં આવી હતી અને 12,000 ની ભેંસો તેમજ 2 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 2,12,000 ની કિંમતનો મુદામાલ કબ્જે કરીને પોલીસે હળવદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી બંને આરોપીઓને પકડીને રાબેતા મુજબની કાર્યવાહી કરી છે.




Latest News