મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદના માનસર પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા માથું છૂંદાઈ જવાથી શ્રમિક યુવાનનું મોત


SHARE









હળવદના માનસર પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા માથું છૂંદાઈ જવાથી શ્રમિક યુવાનનું મોત

મોરબી હળવદ રોડ ઉપર આવેલ માનસર ગામ પાસે યુવાનને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનની પાસળી ભાંગી જવાથી અને માથુ છૂંદાઈ જવાથી તેનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભ મૃતક યુવાનના સાળાએ ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ  શરૂ કરેલ છે

મૂળ ઝારખંડના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના મેરૂપર ગામના પાટીયા પાસે રામદેવ હોટલ ખાતે રહેતા બીજલીસિંહ કિશોરસિંહ (56)એ અજાણ્યા વાહન ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ માનસર ગામ પહેલા તેઓના બનેવી મકસુદનસિંગ (41)ને કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લઈને અકસ્માત કર્યો હતો જે બનાવમાં મકસુદનસિંગના છાતીના ભાગ ઉપરથી અજાણ્યા વાહનના ટાયર ફરી જવાના કારણે પાસળી ભાંગી ગઈ હતી અને માથુ છુંદાઈ ગયું હતું જેથી ગંભીર ઇજા થવાથી યુવાનનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના સાળાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે વધુમાં મળતી માહિતી મુજબ મૃતક યુવાન હાલમાં જે ખાનગી કંપનીની વિજલાઇન માટે વીજ પોલ ઊભા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે તેમાં કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો.




Latest News