મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત બ્રાહ્મણી-૨ ડેમના પાણીના પ્રવાહથી મયુરનગર-રાયસંગપર રોડનો કોઝવે ધોવાયો મોરબીનો મચ્છુ 2 ડેમ છલકાતા મેયર, ધારાસભ્ય, કલેકટર અને કમિશનરે નવા નીરના કર્યા વધામણાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર-મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી જગન્નાથજીની રીટર્ન રથયાત્રા ઉજવણી કરી મોરબીના શનાળા નજીક મેડીકલ કોલેજ સામે સ્કુટરને કાર ચાલકે હડફેટે લેતા ત્રણ મહિલા સારવારમાં વાંકાનેરની શિક્ષિકાને પતિ સહિતના સાસરીયાઓનો ત્રાસ વાત્સલ્ય અને કરુણાની મહેક : મેંગોપીપલ પરીવારના 'પ્રોજેક્ટ મુસ્કાન'નો ૯ મા વર્ષમાં મંગલ પ્રવેશ શારીરિક સ્વચ્છતાની સાચી સમજણ સાથે નિઃશુલ્ક સેનેટરી પેડ્સનું વિતરણ કરાયું વાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકારવાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકાર
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વ. શાંતાબેન બરાસરાના સ્મરણાર્થે 17 એપ્રિલે મહા રક્તદાન કેમ્પ યોજાશે


SHARE







મોરબીમાં સ્વ. શાંતાબેન બરાસરાના સ્મરણાર્થે 17 એપ્રિલે મહા રક્તદાન કેમ્પ યોજાશે

100 વર્ષનું ગૌરવપૂર્ણ અને પ્રેરણાદાયી જીવન જીવીને વિદાય લેનાર માતૃમૂર્તિ સ્વ. શાંતાબેન મોહનભાઈ બરાસરાના પુણ્ય સ્મરણાર્થે અને તેઓને સાચી શ્રદ્ધાંજલિ અર્પવાના હેતુથી મોરબીમાં આગામી 17 એપ્રિલના રોજ એક મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

બરાસરા પરિવાર દ્વારા આયોજિત આ મહા રક્તદાન કેમ્પ આગામી તારીખ 17/04/2026 ને શુક્રવારના રોજ સવારે 09:00 થી 12:00 વાગ્યા સુધી વરિયા બોર્ડિંગ, સો-ઓરડી, મોરબી-2 ખાતે યોજાશે. આ સેવાકાર્યમાં મોરબી સિવિલ હોસ્પિટલ અને વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ-મોરબીનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો છે. પરિવારની યાદીમાં જણાવ્યા અનુસાર, જેમ શિક્ષણ અને સંસ્કાર એ પરિવારની સાચી મૂડી છે, તેમ રક્તદાન એ માનવતાની સાચી સેવા છે. સ્વર્ગસ્થના માર્ગે ચાલીને જરૂરિયાતમંદ દર્દીઓની સેવામાં સહભાગી થવા બરાસરા પરિવાર દ્વારા સૌ સ્નેહીજનો અને રક્તદાતાઓને જાહેર અપીલ કરવામાં આવી છે. નોંધનીય છે કે, આ કેમ્પમાં રક્તદાન કરનાર દરેક રક્તદાતાને સર્ટિફિકેટ અને મોમેન્ટો અર્પણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવશે. આ રક્તદાન માટે રજીસ્ટ્રેશન કરાવવા માટે જયેશ બારેજીયા (મો. નં. 9879399058) અથવા વિજય વડાવિયા (મો. નં. 9978909427) નો સંપર્ક કરવા જણાવાયું છે. એક યુનિટ રક્ત કોઈનું અમૂલ્ય જીવન બચાવી શકે છે, તેથી વધુ ને વધુ લોકો આ ઉમદા કાર્યમાં જોડાય તેવો અનુરોધ કરાયો છે.






Latest News