હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ મોરબી ઉમિયા નિવૃત શિક્ષક મંડળનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના નગરનાકા પાસેથી પસાર થતી બોલેરો ગાડીની શીટ નીચે બનાવેલ ચોરખાનામાંથી 1248 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા, 1 ની શોધખોળ ગંભીર આક્ષેપ: મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ગુપ્ત મતદાનનો કરાઇ છે ભંગ, મતદારોની ગુપ્તતા જાળવવા કલેક્ટર-એસપીને રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં સીરામીક ઉદ્યોગપતિ સહિત બે વ્યક્તિ ઉપર લોખંડની ખીલી વાળા ધોકાથી જીવલેણ હુમલો કરવાના ગુનામાં પકડાયેલ આરોપી અજય લોરિયાની જામીન અરજી નામંજૂર


SHARE





મોરબીમાં સીરામીક ઉદ્યોગપતિ સહિત બે વ્યક્તિ ઉપર લોખંડની ખીલી વાળા ધોકાથી જીવલેણ હુમલો કરવાના ગુનામાં પકડાયેલ આરોપી અજય લોરિયાની જામીન અરજી નામંજૂર

મોરબી જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્યને મોરબીના સિરામિક ઉદ્યોગકારે હાથ ઉછીના 25 લાખ રૂપિયા આપ્યા હતા અને તે પૈસા પાછા માંગતા ઉદ્યોગકાર ઉપર ભાજપના આગેવાને જીવલેણ હુમલો કર્યો હતો જે બનાવમાં ઉદ્યોગકાર અને તેના મિત્રને ગંભીર ઇજા થઈ હતી જેથી આ બનાવ સંદર્ભે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને હત્યાની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો જે ગુનામાં પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી હતી અને આરોપીને મોરબીની સબ જેલ હવાલે કરેલ હતો ત્યાર બાદ આરોપીએ જમીન મુક્ત થવા માટે તેના વકીલ મારફતે મોરબીની કોર્ટમાં જમીન અરજી મૂકી હતી જેમાં આરોપીના વકીલ તથા સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલ હોય ધ્યાન રાખીને કોર્ટે આરોપીની જામીન અરજી નામંજૂર કરી છે.

આ કેસની વિગત એવી છે કે, મોરબીના સિરામિક ઉદ્યોગપતિ શેખરભાઈ રતિલાલભાઈ આદ્રોજાએ મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય અજય મનસુખભાઈ લોરીયાને ઘણા સમયથી હાથ ઉછીના 25 લાખ રૂપિયા આપ્યા હતા જે પૈસા પાછા લેવા માટે શેખરભાઈએ અજયને ફોન કર્યો હતો અને ત્યારબાદ તા. 30/3/26 ન રોજ રાત્રિના 11:30 વાગ્યે અજયએ શેખરભાઈને શનાળા રોડે ભારત ટ્રાન્સપોર્ટના ડેલામાં બોલાવેલ હતા જેથી શેખરભાઈ તેના મિત્ર જયેશભાઈ પાડલીયાને સાથે લઈને ઇનોવા ગાડીમાં ત્યાં ગયા હતા ત્યારે શેખરભાઈ કશું જ સમજે તે પહેલા અજય લોરીયાએ લોખંડની ખીલી વાળો ધોકો લઈને શેખરભાઈ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કર્યો હતો

જે બનાવ સંદર્ભે શેખરભાઈ રતિલાલભાઈ આદ્રોજાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજય મનસુખભાઈ લોરીયાની સામે ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે તાત્કાલિક આરોપી અજય મનસુખભાઈ લોરીયાની ધરપકડ કરી હતી તેમજ તેની મર્સિડીઝ ગાડી, ધોકો, કપડાં અને મોબાઈલ ફોન વિગેરે મુદામાલ કબ્જે કર્યો હતો ત્યાર બાદ આરોપી અજય લોરીયાને પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરીને હાલમાં મોરબીની જેલ હવાલે કરવામાં આવેલ હતા. દરમિયાન આરોપી અજય લોરીયાએ તેના વકીલ મારફતે મોરબીની કોર્ટમાંથી રેગ્યુલર જામીન મેળવવા માટે અરજી કરી હતી.

જેમાં આરોપી/અરજદારના વકીલ તથા મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ દવે દ્વારા કરવામાં આવેલી દલીલોને ધ્યાનમાં રાખીને મોરબીના બીજા એડી. સેશન્સ જજ એમ.આર.નાદપરા સાહેબે અરજદાર/ આરોપી અજય લોરિયાની જમીન અરજીને નામંજૂર કરેલ છે. અત્રે ઉલેખનીય છે કે, શેખરભાઈ અને તેના મિત્ર જયેશભાઈ ઉપર અજય લોરીયાએ ભારત ટ્રાન્સપોર્ટના ડેલામાં લોખંડના ખીલા વાળા ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હતો જે બનાવમાં ફરિયાદીના મિત્ર જયેશભાઈને માથાના ગંભીર ઇજા થતાં 12 થી વધુ ટાંકા આવ્યા હતા અને શેખરભાઈને બંને હાથમાં ફ્રેકચર અને શરીરે ઇજાઓ થઈ હતી. તેવી માહિતી જે તે સમયે ફરિયાદી પાસેથી જાણવા મળી હતી.




Latest News