મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદના માનસર ગામે જેટકોના સબ સ્ટેશનમાં કાર્યપાલક ઇજનેરને લાઈન ઇન્સ્પેક્ટર થપ્પડ મારી !


SHARE









હળવદના માનસર ગામે જેટકોના સબ સ્ટેશનમાં કાર્યપાલક ઇજનેરને લાઈન ઇન્સ્પેક્ટર થપ્પડ મારી !

હળવદના માનસર ગામ પાસે આવેલ જેટકોના 400 કે.વી. સબ સ્ટેશનમાં લાઈન ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતો કર્મચારી ગેરહાજર હતો જેથી કાર્યપાલક ઈજનેરે તેની હાજરી માસ્ટરમાં ગેરહાજરી કરી હતી જે બાબતનું મનદુખ રાખીને બોલાચાલી કરી હતી અને ગાળો આપીને ગાલ ઉપર અધિકારીને થપ્પડ મારી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલ અધિકારી દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ મોરબીમાં આવેલ ઉમટાઉનશીપ ખાતેના રહેવાસી અને હાલમાં હળવદના સરા રોડ ઉપર આવેલ હરીનગર સોસાયટીમાં રહેતા અને જેટકોમાં કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા નીતિનભાઈ જયસુખભાઈ લોરીયા (33)એ હસમુખભાઈ કાનજીભાઈ ચાવડા રહે. વડવાળી શેરી સોની તલાવડી ધાંગધ્રા વાળાની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે આરોપી હળવદ તાલુકાના માનસર ગામે આવેલ 400 કે.વી. જેટકોના લાઇન ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરે છે જો કે, અગાઉ નોકરીમાં ગેરહાજર રહેલ હોય તે દરમિયાન ફરિયાદીએ હાજરી માસ્ટરમાં તેમની હાજરી સામે લીટો મારેલ હતો જે બાબતનું મનદુઃખ રાખીને બોલાચાલી કરી ઝપાઝપી કરી હતી અને અભદ્ર ગાળો આપી ઉશ્કેરાઈ જઈને ફરિયાદીને ગાલ ઉપર થપ્પડ મારી હતી અને અર્થીંગ ફાઇબર રોડનો દંડો લઈને મારવા માટેનો પ્રયાસ કર્યો હતો અને ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી કરીને ભોગ બનેલા જેટકોના અધિકારીએ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News