મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના સાદુળકા ગામ પાસે નવા બનતા કારખાનામાં તોડફોડ કરીને 3.5 લાખનું નુકસાન: 1.75 લાખના કોપર વાયરની ચોરી


SHARE









મોરબીના સાદુળકા ગામ પાસે નવા બનતા કારખાનામાં તોડફોડ કરીને 3.5 લાખનું નુકસાન: 1.75 લાખના કોપર વાયરની ચોરી

મોરબી તાલુકાના સાદુળકા ગામની સીમમાં નેલ્સન સર્ફેસ નામનું નવું કારખાનું બની રહ્યું છે તે કારખાનામાં અજાણ્યા ત્રણથી ચાર શખ્સો દ્વારા પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ત્યાં એસી માટે નાખવામાં આવેલ પીવીસી પાઇપ અને કેબલને તોડી નાખીને 3.5 લાખ રૂપિયાનું નુકસાન કર્યું છે તેમજ 1.75 લાખની કિંમતના કોપર વાયરની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીમાં આવેલ અવની પાર્ક અનંત પેલેસ ફ્લેટ નં. 302 માં રહેતા જયદીપભાઇ ગણેશભાઈ પાંચોટિયા (31) એ હાલમાં અજાણ્યા ત્રણથી ચાર શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, મોરબીના સાદુળકા ગામની સીમમાં નેલ્સન સર્ફેસ નામનું તેઓનું નવું કારખાનું બની રહ્યું છે ત્યાં મોડી રાતના સમયે અજાણ્યા ત્રણથી ચાર શખ્સોએ ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો અને નવા કારખાનામાં એસી માટે નાખેલ પીવીસીના પાઇપ અને કેબલ તોડી નાખીને અંદાજે સાડા ત્રણ લાખનું નુકસાન કર્યું છે અને પાઇપ તથા કેબલમાંથી અંદાજે 1,75,000 ની કિંમતના કોપર વાયરની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News