હળવદમાં મારામારી-હત્યાની કોશિશના ગુનામાં એક આરોપીના શરતી જામીન મંજૂર મોરબીમાં મિત્રતાના સંબંધમાં આપેલ 5 લાખ રૂપિયા પાછા ન આપનારા મિત્રને કોર્ટે ફટકારી સજા હળવદના કવાડિયા નજીક એસટી બસ સાથે ટ્રેકટર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકનું મોત ટંકારાના છતર નજીક રોડ વચ્ચે બંધ પડેલ ટ્રકની પાછળ ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત હળવદના મયાપુર ગામે જમીનના ડખ્ખામાં થયેલ મારા મારીના બનાવમાં હવે વળતી ફરિયાદ મોરબીમાં હાઉસિંગ બોર્ડ નજીક વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત મોરબીના સિટી મોલમાં આવેલ ઓફિસમાં ક્રિકેટ સટ્ટો રમતા 4 શખ્સો 5.26 લાખના મુદામાલ સાથે પકડાયા, આઈડી આપનાર 4 શખ્સોની શોધખોળ મોરબી-વાંકનાએરમાં વિદેશી દારૂની 3 રેડમાં 466 બોટલ દારૂ 96 બીયરના ટીન ઝડપાયા: બે આરોપી પકડાયા, બે ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી-વાંકનાએરમાં વિદેશી દારૂની 3 રેડમાં 466 બોટલ દારૂ 96 બીયરના ટીન ઝડપાયા: બે આરોપી પકડાયા, બે ની શોધખોળ


SHARE













મોરબી-વાંકનાએરમાં વિદેશી દારૂની 3 રેડમાં 466 બોટલ દારૂ 96 બીયરના ટીન ઝડપાયા: બે આરોપી પકડાયા, બે ની શોધખોળ

મોરબી વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર સરાણીયાના ઝૂંપડામાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 450 બોટલો તથા 96 બિયરના ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે 1,95,580 ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો કબજે કર્યો હતો જો કે, રેડ કરી હતી ત્યારે આરોપી હાજર ન હોય બી ડિવિઝનમાં ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે. જયારે રોહિદાસપરામાંથી દારૂની 3 બોટલ સાથે એક અને વાંકાનેરમાં દારૂની 13 બોટલ સાથે એક શખ્સને પકડવામાં આવેલ છે.

મોરબી વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ રીઝલ્ટા હોટલની બાજુમાં સરાણીયાના ઝૂંપડામાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે એલસીબીની ટીમ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કુલ મળીને 450 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 1,74,460 ની કિંમતનો દારૂનો જથ્થો તથા 96 બિયરના ટી જેની કિંમત 21,120 આમ કુલ મળીને 1,95,580 ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સતીશ ઉર્ફે રઘુ તેજાભાઈ સરાણીયા રહે. મોરબી વાંકાનેર નેશનલ હાઈવે રિજન્ટા હોટલની બાજુમાં સરાણિયાના ઝૂંપડામાં મોરબી વાળાની સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે. આ ઉપરાંત મોરબીના રોહીદાસ પરા શેરી નં-3 માંથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની 3 બોટલ મળી આવતા 240 રૂપિયાની કિંમત દારૂની બોટલો કબજે કરીને પોલીસે આરોપી જયેશભાઈ દિનેશભાઈ સાગઠીયા (24) રહે. રોહિદાસપરા શેરી નં-3 મોરબી વાળાની ધરપકડ કરી તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર શહેરમાં પચ્ચીસ વારીયા પાસે ટેલીફોન એક્સચેન્જ નજીક એકટીવા નંબર જીજે 36 એચ 6299 લઈને પસાર થયેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની નાની 13 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 3900 ની કિંમતનો દારૂનો જથ્થો તથા 30,000 રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને 33,900 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી સમીર શાંતિલાલ બજાણીયા (35) રહે. કુંભારપરા શેરી નં-2 વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન દારૂની બોટલ તેણે મેહુલ ઉર્ફે બોબી વિરેનચંદ્ર મારુ રહે. શાક માર્કેટની પાછળ નગરપાલિકાની સામે વાંકાનેર વાળા પાસેથી મેળવી હોવાનું સામે આવતા બંને સામે ગુનો નોંધીને પોલીસે બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News