મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં મિત્રતાના સંબંધમાં આપેલ 5 લાખ રૂપિયા પાછા ન આપનારા મિત્રને કોર્ટે ફટકારી સજા


SHARE









મોરબીમાં મિત્રતાના સંબંધમાં આપેલ 5 લાખ રૂપિયા પાછા ન આપનારા મિત્રને કોર્ટે ફટકારી સજા

મોરબીના કોર્ટમાં ચેક રીર્ટનનો કેસ ચાલી ગયો હતો જેમાં ફરિયાદીના વકીલની દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીને એક વર્ષની સખત સજા અને ફરિયાદની તારીખથી વ્યાજ સાથે રકમ ચૂકવવા માટેનો આદેશ કર્યો છે અને જો આરોપી દ્વારા રકમ ન આપવામાં આવે તો વધુ એક વર્ષની સખત કેદની સજા ફટકારવાનો કોર્ટે હુકમ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે, ફરીયાદી શાહબાજખાન અસરફખાન સિપાઈએ મિત્રતાના સંબંધમાં સાવનભાઈ રતિલાલ ફેફરને 5 લાખ રૂપિયા હાથ ઉછીનાં આપેલ હતા ત્યારબાદ આરોપી ફરીયાદીની લેણી રકમ ચુકવવામાં નિષ્ફળ જતા ફરીયાદીએ મોરબીની કોર્ટમાં વર્ષ 2024 માં ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ ની કલમ-138 અન્વયે ફરીયાદ કરી હતી અને મોરબીના મહે. બીજા એડી. ચીફ જયુડી. મજી. સાહેબની કોર્ટમાં કેસ ચાલી જતા જજ જે.જે.જોષી સાહેબ એ આરોપીને એક વર્ષની સખત કેદની સજા અને ફરીયાદની તારીખથી 6 ટકા વ્યાજ વળતર પેટે ચુકવવી આપવા હુકમ કરેલ અને જો વળતરની રકમ ન ચુકવવામાં આવે તો વધુ એક વર્ષની સખત કેદની સજાનો હુકમ કરેલ છે આ કેસમાં ફરીયાદ પક્ષે સિનિયર વકીલ નિકુંજ પી.કોટક, વકીલ હિરેન ડી. ગોસ્વામી, હાર્દિક ડી.ગોસ્વામી, વિશાલ પી.ચાવડા રોકાયેલા હતા.




Latest News