મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં વોર્ડ નંબર 1, 5 અને 10 ની ભાજપની પેનલનો વિજય, મહાપાલિકામાં ભગવો લહેરાશે


SHARE









મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં વોર્ડ નંબર 1, 5 અને 10 ની ભાજપની પેનલનો વિજય, મહાપાલિકામાં ભગવો લહેરાશે

મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી માટે થયેલ મતદાનની આજે મતગણતરી કરવામાં આવી રહી છે અને સવારે 9:00 વાગ્યાથી પોસ્ટલ બેલેટ ની ગણતરી શરૂ કરવામાં આવી હતી ત્યારબાદ ઇવીએમ મશીનના આંકડા એક પછી એક ઇવીએમ મશીન ખોલીને જાહેર કરવામાં આવી રહ્યા છે દરમિયાન હાલમાં જુદા જુદા ત્રણ સ્થળ ઉપર મોરબી મહાનગરપાલિકાના 13 વોર્ડ માટેની મત ગણતરીની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં પ્રથમ વોર્ડ નંબર 1, 5 અને 10 ની ગણતરી શરૂ કરવામાં આવી છે જેમાં વોર્ડ નંબર 1, 5 અને 10માં ભાજપની પેનલનો વિજય થયો હોવાની માહિતી અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળેલ છે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે થઈને થયેલ મતદાનની મતગણતરી આજે કરવામાં આવી રહી છે ત્યારે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લા પંચાયત, પાંચ તાલુકા પંચાયત, ત્રણ નગરપાલિકા અને મોરબી મહાનગરપાલિકા ની ચૂંટણીનું મતદાન થયું હતું તેની મતગણતરી હાલમાં જુદી જુદી જગ્યા ઉપર કરવામાં આવી રહી છે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ પોલિટેકનિક કોલેજ ખાતે મોરબી મહાનગરપાલિકા તેમજ જિલ્લા પંચાયતની મોરબી તાલુકાની બેઠકો તથા મોરબી તાલુકા પંચાયતની બેઠકો માટેની મત ગણતરી કરવામાં આવી રહી છે અને પોસ્ટલ બેલેટ બાદ એક પછી એક ઇવીએમ મશીન ખોલીને તેમાંથી મતોના આંકડા જાહેર કરવામાં આવી રહ્યા છે

મોરબીના વોર્ડ નંબર 1 ની અંદર ભાજપના વીણાબેન માવજીભાઈ કણજારીયા, રમાબેન પરેશભાઈ રૂપાલા, જેન્તીભાઈ દામજીભાઈ પડસુંબીયા અને જયદીપભાઇ પ્રસાંતભાઈ મહેતાનો વિજય થયો છે. જ્યારે વોર્ડ નં 10 માં અલ્પાબેન રોહિતભાઈ કંઝારિયા, ભાવેશભાઈ અરજણભાઈ કંઝારિયા, ગણેશભાઈ નાનજીભાઈ ડાભી અને સોનલબેન પ્રફુલભાઈ બાવરવા વિજેતા બન્યા છે. જ્યારે વોર્ડ 5 માં ભગીરથભાઈ મનસુખભાઈ બરાસરા, મંજુલાબેન ગુણવંતભાઈ ચૌહાણ, મેઘરાજસિંહ મહિપતસિંહ ઝાલા અને મનુબેન રમેશભાઈ શિયાળાનો વિજય થયો છે.




Latest News