મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન


SHARE









મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન

અમૂલ્ય મનુષ્ય દેહ મળ્યો છે તેને જેમ તેમ વેડફી ન દેવાય. કેન્સરનું નિદાન જો પ્રથમ તબક્કામાં જ થઈ જાય તો તેની સારવાર પણ સરળ છે અને બીજી વાર થવાની શક્યતા પણ નહીવત હોય છે તેમજ રેડિયોથેરાપી, કીમોથેરાપી કે ઇમ્યુનોથેરાપીની જરૂર પડતી નથી. પણ જો કેન્સર બહુ જ આગળ વધી ગયું હોય તો તેનો ઈલાજ કરાવવા છતાં પણ સફળતા મળતી નથી અને મોટા ઓપરેશન, કીમોથેરાપી, રેડીયોથેરાપી તેમજ ઇમ્યુનોથેરાપી જેવી વધારાની સારવાર લેવી પડે છે. અને આ સારવાર પણ ઘર ખાલી થઈ જાય એવી ખૂબ જ ખર્ચાળ હોય છે. તેમજ સચોટ ઈલાજ પણ થતો નથી અને બહુ જ પીડા ભોગવી પડે છે. તે હક્કિત છે.

જેથી "કેન્સર જન જાગૃતિ અભિયાન" અંતર્ગત કેન્સરના પ્રાથમિક સ્ટેજમાં જ નિદાન માટેનો ત્રીજો કેમ્પ રાખેલ છે. આ કેન્સર સ્ક્રિનિંગ કેમ્પ સંસ્કાર ઇમેજિંગ & બ્લડ બેન્ક. જીઆઈડીસી શનાળા રોડ  મોરબી ખાતે રવિવાર તા. 10/5/26 ના રોજ સવારે 8 થી12 માં રાખેલ છે. આ કેમ્પમાં ડો. જેકોબ જ્હોન (કેન્સર સર્જન), ડો. અક્ષય ધોરીયાણી (રેડિયોલોજીસ્ટ), ડો. અશ્વિની મોદી, ડો. પૂનમ કાચરોલા, ડો. પાયલ ફલદુ, ડો. અંકિતા કોટડીયા, ડો. જી.પી. ભાલોડીયા સેવા આપવાના છે. મોરબીમાં  શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર  પ્રમુખ ડો.જી.પી.ભાલોડીયા (M.S.) અને પાટીદાર વુમન્સ પાવર-મોરબી દ્વારા કેમ્પનું આયોજન કરાયું છે

આ કેમ્પમાં પુરુષોના મોઢાના કેન્સર માટે તદન ફ્રી ચેકઅપ, મોઢું ન ખુલતું હોય કે મોઢામાં ચાંદી પડતી હોય તેને આ કેમ્પમાં ખાસ ભાગ લેવા માટે આયોજકોએ જણાવ્યુ છે. પુરુષોના પ્રોસ્ટેટના કેન્સર માટે PSA લેબોરેટરી ટેસ્ટ માત્ર 200 રૂપિયાના રાહત દરે કરી આપવામાં આવશે અને 50 વર્ષથી ઉપરના પુરુષો, જેને પેશાબને લગતી તકલીફ હોય તેની પણ સારવાર કેમ્પમાં કરવામાં આવશે. તેમજ સ્ત્રીઓના ગર્ભાશયના કેન્સર માટે ફ્રી ચેકઅપ અને જરૂર જણાય તો સર્વાઇકલ સ્મીયર ટેસ્ટ 200 રૂપિયા ના રાહત દરે કરી આપશે અને 40 વર્ષથી ઉપરના સ્ત્રીઓ, જેને માસિકમાં ખૂબ જ લોહી પડતું હોય અથવા તો માસિક અનિયમિત હોય અથવા તો માસિક ચાલ્યા ગયા પછી  બ્લીડિંગ થતું હોય તેનું નિદાન કરવામાં આવશે

સ્ત્રીઓના છાતીના કેન્સર માટે ફ્રી ચેકઅપ અને જરૂર જણાય તો મેમોગ્રાફી માત્ર 1300  રૂપિયા (એક સાઈડના) ના રાહત દરે કરી આપશે. 40 વર્ષથી ઉપરના સ્ત્રીઓ માટે જેને છાતીમાં કંઈક ગાઠ જેવું લાગતું હોય, અથવા તો અમુક ભાગ કઠણ (Hard) જણાતો હોય તેનું પણ નિદાન કરાશે. આ કેમ્પનો લાભ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવા ડો. જી.પી. ભાલોડીયા (9825539163), ડો.અંકિતા કોટડીયા (9033300491), આશાબેન ભાલોડીયા (9925245023), ચંદુભાઈ કુંડારીયા (9925360244), મગનભાઇ અઘારા (98250 98079) અને સંસ્કાર ઇમેજિંગ સેન્ટર વાળા રમેશભાઈ (97277 22763)નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.




Latest News