સાવધાની જરૂરી: મોરબીમાં વધુ છ વિદ્યાર્થી સહિત સાતને કોરોના પોઝિટિવ
હળવદના ચરાડવા ગામે મજૂરીના રૂપિયા બાબતે બોલાચાલી બાદ યુવાનની હત્યા કરી હોવાનું ખૂલ્યું
SHARE
હળવદના ચરાડવા ગામે મજૂરીના રૂપિયા બાબતે બોલાચાલી બાદ યુવાનની હત્યા કરી હોવાનું ખૂલ્યું
મોરબી જીલ્લામાં ચરાડવા પાસે આવેલ કેનાલમાથી હત્યા કરીને સગલવેલી હાલતમાં યુવાનની લાશ મળી હતી જેની ફરિયાદ લઈને પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતી અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરેલ છે અને મજૂરીની રૂપિયા બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યાર બાદ આરોપીએ કુહાડીના ઘા ઝીકિને યુવાનની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે
હળવદના ચરાડવા પાસે આવેલ નર્મદા કેનાલમાં યુવાનની હત્યા કરીને સળગાવેલી હાલતમાં લાશ મળી હતી અને મૃતક યુવાનને મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા પણ ઝીકીને તેની હત્યા કરવામાં આવી હતી અને બાદમાં લાશનો નિકાલ કરવા માટે તેની લાશને કેનાલમાં સળગાવવામાં આવી હતી અને આ બનાવમાં હળવદના પીએસઆઈ આર.બી. ટાપરિયાએ અજાણ્યો ઇશમ સામે કેશવાભાઈ ભાવસિંગભાઈ પસાયા જાતે આદિવાસી (ઉ.૩૬) રહે. હાલ ચરાડવા પેટ્રોલ પંપ પાછળ વાળાની હત્યા કરી હોવાનું ફરિયાદ નોંધવામાં આવી હતી અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી હતી અને હાલમાં હત્યાના આ ગુનામાં પોલીસે ઝીણભાઇ ઉર્ફે ઝીણો શંકરભાઇ ધાણકા રહે. કલબકેડિયા જિલ્લો છોટાઉદેપુર વાળની ધરપકડ કરેલ છે
મોરબીના ડીવાયએસપી અતુલકુમાર બંસલે પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતું કે, મરણજનાર કેશવાભાઈ ભાવસિંગભાઈ પસાયાને આરોપી ઝીણભાઇ ઉર્ફે ઝીણો શંકરભાઇ ધાણકા સાથે મજૂરી કામના રૂપિયા બાબતે ગત તા ૨૪/૧૨ના રોજ બોલાચાલી થયેલ હતી ત્યારે મૃતક કેશવાભાઈ ભાવસિંગભાઈ પસાયાએ આરોપીને લાકડી વડે માર માર્યો હતો અને સામે આરોપીએ તેને માથામાં કુહાડી મારી હતી અને કેશવાભાઈ નીચે પડી ગયા પછી તેને કુહાડીના વધુ ઘા માર્યા હતા અને તેની હત્યા કરી નાખી હતી અને ત્યાથી જતો રહયો હતો બાદમાં રાતે ફરી ત્યાં આવીને તેને કેશવાભાઈ ભાવસિંગભાઈ પસાયાની લાશનો નિકાલ કરવા માટે તેને સળગાવી હતી પરંતુ તે લાશ સળગી ન હતી હાલમાં પોલીસે આ ગુનામાં આરોપીની ધરપકડ કરેલ છે