મોરબીમાં સાયબર ફ્રોડનો ગુનામા પકડાયેલ આરોપીના હાઇકોર્ટમાંથી શરતી જામીન મંજૂર મોરબીના ઘુટુ ગામ નજીક આખલા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં આધેડનું ઘટના સ્થળે જ મોત મોરબીમાં નજીક બોલેરો ગાડીને ડમ્પર ચાલકે ટક્કર મારતા 6 મહિલાને ઇજા મોરબીમાં માતા સાથે ઝઘડો કરતાં પુત્રને છોડાવવા ગયેલ પાડોશી યુવાનને પેટમાં છરીનો ઘા ઝીકિ દીધો મોરબીમાં ઘરેથી સિલાઈ કરાવવા જવનું કહીને નીકળેલી યુવતી ગુમ મોરબીમાંથી ચોરી કરેલા બાઇક સાથે 1 શખ્સ પકડાયો મોરબીની માધાપરવાડી કન્યા શાળાના શિક્ષકે જન્મ દિવસ નિમિત્તે બાળાઓને ભોજન કરાવ્યુ ભારે ખેચતાણ: મોરબી મહાપાલિકાના મેયર પદ માટે 6 આગેવાનોએ કરી દાવેદારી: ડેપ્યુટી મેયરમાં 4 સ્ટેન્ડિંગ ચેરમેન માટે 5 આગેવાનો મેદાનમાં
Breaking news
Morbi Today

મોરબીમાં સાયબર ફ્રોડનો ગુનામા પકડાયેલ આરોપીના હાઇકોર્ટમાંથી શરતી જામીન મંજૂર


SHARE













મોરબીમાં સાબર ફ્રોડનો ગુનામા પકડાયેલ આરોપીના હાઇકોર્ટમાંથી શરતી જામીન મંજૂર

મોરબી એ ડીવી પોલીસ સ્ટેશનમાં સાબર ફ્રોડનો ગુનો નોંધાયો હતો જે ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કરેલ હતો તે આરોપીએ હાઇકોર્ટમા જામીન માટે અરજી કરી હતી જેમાં આરોપીના વકીલે કરેલી દલીલો અને રજૂ કરેલા ચૂકડાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતી જામીન મંજૂર કરેલ છે.  

મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ એવી ફરીયાદ આપી હતી કે, આ કામના આરોપીઓએ તથા તેના લાગતા વળગતા ઈસમોએ એકબીજા સાથે મેળાપીપણ કરી પુર્વ આયોજીત કાવતરુ રચી અલગ અલગ એજન્ટો આરોપીઓને નીમી તેઓને આર્થિક લાભ આપવાની લાલચ આપી તેઓના બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડની રકમ જમા કરાવી તે રકમ ચેકથી વિથડ્રો કરી કેસ મેળવી સાયબર ફોડના નાણા સગેવગે કરવા આ કામના આરોપીઓએ ગુનામાં એકબીજાને મદદગારી કરી છે જેથી પોલીસે આરોપી ભરતભાઈ પરસોતમભાઈ બારડની ધરપકડ કરેલ હતી. અને આ આરોપીએ મોરબીના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા મારફત હાઈકોર્ટમાં જામીન મેળવવા અરજી કરી હતી જેમાં આરોપી તરફે એડવોકેટ મારફત ધારદાર કાયદાકીય દલીલ કરવામાં આવી હતી અને જુદીજુદી કોર્ટના ચુકાદા રજૂ કરવામાં આવ્યા હતા જેથી બન્ને પક્ષકારોની દલીલના અંતે કોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખીને આરોપીના શરતી જામીન મંજૂર કરેલ છે. કેસમાં આરોપી તરફે હાઈકોર્ટના એડવોકેટ સાવન ડી. મોઘરીયા, મોરબીના સીનીયર વકીલ દીલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી. અગેચાણીયા, રવી ચાવડા, કનૈયાલાલ બાવરવા, હસમુખ ચાવડા, ક્રિષ્ના જારીયા, મહેશ્વરી મકવાણા, જયોતીકા કુરીયા રોકાયેલા હતા.






Latest News