મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનાના ટીસીમાં તોડફોડ કરીને 375 કિલો કોપર વાયરની ચોરી કરવાના ગુનામાં 4 આરોપીની ધરપકડ: 3.11 લાખનો મુદામાલ કબ્જે 


SHARE









મોરબી નજીક કારખાનાના ટીસીમાં તોડફોડ કરીને 375 કિલો કોપર વાયરની ચોરી કરવાના ગુનામાં 4 આરોપીની ધરપકડ: 3.11 લાખનો મુદામાલ કબ્જે 

મોરબીના નીચી માંડલ થી વાંકડા રોડ ઉપર આવેલ પર્લ પ્લાસ્ટિક નામના કારખાનાની કમ્પાઉન્ડ વોલ કૂદીને અજાણ્યા શખ્સો કારખાનામાં આવ્યા હતા અને ત્યાં મૂકવામાં આવેલ ટીસીમાં તોડફોડ કરીને 1500 લિટર જેટલું ઓઇલ ઢોળી નાખ્યું હતું અને કારખાનામાંથી કુલ મળીને 375 કિલો કોપર વાયરની ચોરી કરવામાં આવી હતી જેથી કારખાનામાં ચોરી અને નુકસાનીની કારખાનેદાર દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી જે ગુનામાં પોલીસે હાલમાં 4 આરોપીઓને પકડીને તેની પાસેથી 3.11 લાખનો મુદામાલ કબ્જે કરેલ છે.

 

મોરબીમાં આવેલ શ્રીકુંજ-2 સોસાયટીમાં રહેતા હસમુખભાઈ રતિલાલ કૈલા (40) નામના કારખાનેદારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સોની સામે ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, ગત તા. 8/4 ના રાત્રીના બારેક વાગ્યાથી લઈને બીજે દિવસે સવારના પાંચ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન મોરબી તાલુકાના નિચી માંડલથી વાંકડા રોડ ઉપર આવેલ પર્લ પ્લાસ્ટિક કારખાનાની કમ્પાઉન્ડ કૂદીને અજાણ્યા શખ્સો કારખાનામાં આવ્યા હતા અને અને ત્યારબાદ ત્યાં રાખવામાં આવેલ ટીસીમાંથી 1500 લીટર ઓઇલ ઢોળી નાખ્યું હતું અને બંધ સેડની બારીના સળિયા કાપીને અંદર પ્રવેશ કર્યા બાદ જુદી જુદી સાઈઝના કુલ મળીને 375 કિલો કોપર વાયરની ચોરી કરવામાં આવેલ છે જેથી 1,87,500 ની કિંમતનો મુદ્દામાલની ચોરી કરેલ છે તથા તોડફોડ અને ઓઇલ ઢોળીને 3 લાખ રૂપિયાનું નુકસાન કરેલ છે જેથી કારખાનેદારની ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અને આ ગુનામાં મોરબી તાલુકા પીઆઇ એન.એસ.ઘેટીયા અને તેઓની ટીમ દ્વારા આરોપી એજાજ અબ્દુલભાઈ આરબ રહે. પાડા પુલ નીચે ઝૂંપડામાં મોરબી, દીપકભાઈ ઉર્ફે આયુષ મંગિલાલ દેવડા રહે. હાલ પાડા પુલ નીચે મોરબી મૂળ રહે. એમપી, કિશનગીરી કૈલાસગીરી ગોસ્વામી રહે. રામઘાટ પાસે જેલની પાછળ મોરબી અને ધરમચંદ લાદુલાલ ગુર્જર રહે. રંગપર બેલા ગામની સીમમાં શ્રી કેર માતા સ્ક્રેપ મહાદેવ હોટલની બાજુમાં જેતપર રોડ મોરબી મૂળ રહે. રાજસ્થાન વાળાની ધરપકડ કરવામાં આવી છે. અને જેતપર રોડ ઉપર સનટોન સિરામિક કારખાનાની સામેના ભાગમાં આવેલ શ્રી કેર માતા સ્ક્રેપના ડેલા ખાતેથી ચોરીમાં ગયેલ મુદ્દામાલને કબજે કરવામાં આવ્યો છે જેમાં કુલ મળીને 321 કિલો કોપર વાયર, બાઈક નં. જીજે 36 ડી 3918 જેની કિંમત 15,000 રૂપિયા અને રીક્ષા નં, જીજે 10 ટીઝેડ 2321 જેની કિંમત 50,000 રૂપિયા આમ કુલ મળીને 3,11,600 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ જુદા જુદા બે ગુનાનો ભેદ ઉકેલાયો છે.




Latest News