મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

હળવદના ડુંગરપુર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોર્ટ લાગતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત


SHARE







હળવદના ડુંગરપુર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોર્ટ લાગતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત

હળવદના ડુંગરપુર ગામે વાડીએ ઇલેક્ટ્રીક મોટર ચાલુ થતી ન હતી જેથી યુવાન ઈલેક્ટ્રીક મોટરનો કેબલ વાયર રીપેર કરતો હતો ત્યારે અચાનક તેને ઈલેક્ટ્રીક શૉટ લાગ્યો હતો જેથી યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ હળવદ તાલુકાના રાતાભેર ગામના રહેવાસી અને હાલમાં મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ હરિગુણ સોસાયટી હરિગુણ હિલ્સ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 501 માં રહેતા હર્ષદભાઈ ગોરધનભાઈ ખાવડીયા (47) નામનો યુવાન હળવદ તાલુકાના ડુંગરપુર ગામની સીમમાં આવેલ તેની વાડીએ ગત તા. 25/4 ના રોજ હતો ત્યારે ત્યાં બોરની ઈલેક્ટ્રીક મોટર ચાલુ થતી ન હતી જેથી કરીને તે યુવાન ઈલેક્ટ્રીક મોટરનો કેબલ વાયર રીપેર કરતો હતો દરમિયાન તેને કોઈ કારણોસર ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતક યુવાનના દીકરા તરંગકુમાર હર્ષદભાઈ ખાવડીયા (22) રહે. હરિગુણ હિલ્સ એપાર્ટમેન્ટ મહેન્દ્રનગર ચોકડી મોરબી વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News