મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના મહિકા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં


SHARE









વાંકાનેરના મહિકા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં

વાંકાનેરના ગારિડા ગામે રહેતા યુવાનનો દીકરો બીમાર હોવાથી દીકરાને બાઈકમાં સાથે બેસાડીને યુવાન દવા લેવા માટે જતો હતો ત્યારે મહિકા ગામના કબ્રસ્તાન પાસે નેશનલ હાઈવે રોડ ઉપર આઇસરના ચાલકે યુવાનના બાઈકની હડફેટે લીધું હતું જેથી અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને કપાળ અને શરીરે ઇજાઓ થઈ હતી જ્યારે તેના દીકરાને જમણા પગમાં ફ્રેક્ચર થયું હતું જેથી બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે આઈસર ચાલક સામે ગુનો નોધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેરના ગારિડા ગામે રહેતા સુખાભાઈ જેસીંગભાઇ બાવળીયા (31)એ આઇસર નંબર જીજે 3 સિયું 5024 ના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓ પોતાના બાઈક નંબર જીજે 36 એ 4799 ઉપર પોતાના દીકરા હાર્દિક (11)ને બેસાડીને હાર્દિક બીમાર હોવાથી તેની દવા લેવા માટે થઈને જઈ રહ્યા હતા દરમિયાન મહીકા ગામના કબ્રસ્તાન સામે નેશનલ હાઈવે રોડ ઉપર આઇસરના ચાલકે ફરિયાદીના બાઇકને ટક્કર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં ફરિયાદીને કપાળના ભાગે તથા શરીરે ઇજાઓ થઈ હતી જ્યારે તેના દીકરા હાર્દિકને જમણા પગમાં ફ્રેક્ચર થયું હતું જેથી  ઈજા પામેલ પિતા પુત્રને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News