મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો


SHARE









વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો

વાંકાનેરના આરોગ્યનગરમાં રહેતા યુવાનને તે વિસ્તારમાં રહેતા એક શખ્સ સાથે અગાઉ બોલાચાલી થઈ હતી જે બાબતનો ખાર રાખીને ત્રણ શખ્સો દ્વારા યુવાનની સાથે માથાકૂટ કરવામાં આવી હતી અને ઢિકાપાટુનો મારમાર્યો હતો તેમજ માથામાં ધોકો મારીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવ સંદર્ભે ભોગ બનેલ યુવાને 3 શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

વાંકાનેરના આરોગ્ય નગરમાં રહેતા રફીકભાઈ ઉમરભાઈ સદવાણી (27)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જતીનભાઈ લાલજીભાઈ સાદરીયા, મેરૂભાઈ લાલજીભાઈ સાદરીયા અને દીપકભાઈ ગિરધરભાઈ સાદરીયા રહે. બધા આરોગ્યનગર વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી મેરૂભાઈ સાથે થયેલ અગાઉ બોલાચાલી થઈ હતી જેનો ખાર રાખીને ફરિયાદી જયારે વાંકાનેરમાં બસ સ્ટેશનના ગેટ પાસે હાજર હતો ત્યારે જતીનભાઈએ ગાળો આપીને માથામાં લાકડાનો ધોકો ફટકાર્યો હતો જ્યારે મેરૂભાઈએ ઢીકાપાટુનો મારમાર્યો હતો અને ઇજા કરી હતી તો દીપકભાઈએ ફરિયાદીને આ બાબતે કેસ કરીશ તો માર મારશું તેવી ધમકી આપી હતી જેથી ઈજા પામેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News