મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદ નજીક ખોટી નંબર પ્લેટ લગાવેલ કારથી જીવલેણ અકસ્માત સર્જનાર આરોપીની બે અર્ટિકા કાર સાથે ધરપકડ


SHARE









હળવદ નજીક ખોટી નંબર પ્લેટ લગાવેલ કારથી જીવલેણ અકસ્માત સર્જનાર આરોપીની બે અર્ટિકા કાર સાથે ધરપકડ

હળવદ માર્કેટ યાર્ડ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને અર્ટિકા કારના ચાલકે હડફેટે લેતા તે યુવાનનું મોત નીપજયું હતું જે ગુનાની તપાસ દરમ્યાન ચોંકાવનારી માહિતી સામે આવેલ છે જેમાં અકસ્માત સર્જનાર કાર ચાલકની અર્ટિકા કારના બેક લોનના હપ્તા ચડી ગયા હતા જેથી રિકવરી એજન્ટ તે કારને પછી ખેંચી ન જાય તે માટે કાર ચાલકે પોતાની કારના નંબરના બદલીને પોતાની જ પાસે રહેલ બીજી અર્ટિકા કારના નંબર લગાવેલ હતા અને તેનો સાચા નંબર તરીકે ઉપયોગ કર્યો હતો જેથી કરીને પોલીસે કારના ચાલક સામે તે અંગેનો પણ ગુનો નોંધ્યો હતો અને હાલમાં આરોપીની ધરપકડ કરીને તેની પાસેથી બંને કારને પોલીસે કબ્જે કરેલ છે.

હળવદમાં આવેલ ભવાનીનગર ઢોરો વિસ્તારમાં રહેતા રોહિતભાઈ ઠાકરશીભાઈ કુડેચા (29)એ અર્ટિકા કાર નંબર જીજે 3 પીજે 7105 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, હળવદ માર્કેટયાર્ડ પાસેથી તેઓના મોટાભાઈ અરવિંદભાઈ ઠાકરશીભાઈ કુડેચા (31) રોડ ક્રોસ કરી રહ્યા હતા દરમિયાન કાર ચાલકે તેઓને હડફેટે લીધા હતા જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં અરવિંદભાઈને શરીરે ગંભીર ઇજા થવાના લીધે તેનું મોત નીપજયું હતું જેથી મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અકસ્માત સર્જીને નાસી છૂટેલા કાર ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી.

દરમ્યાન આ ગુનાની તપાસમાં એવી માહિતી સામે આવી હતી કે, હળવદ માર્કેટ યાર્ડ સામે અકસ્માત કરીને નાસી ગયેલ કાર રાજકોટમાં રહેતા પરસોતમભાઈ મકવાણાની છે જેથી પોલીસે તેઓની પૂછપરછ કરી હતી જેમાં તેઓએ જણાવ્યુ હતું કે, આ કાર તેઓના સાઢુ ભાઈ દેવાભાઇના જમાઈ બીપીનભાઈ મલાભાઈ રાઠોડએ તેઓના નામ ખરીદી કરી હતી જેથી પોલીસે બીપીનભાઈ મલાભાઈ રાઠોડની પૂછપરછ કરી હતી જેમાં તેની પાસે અર્ટિકા કાર કાર નંબર જીજે 3 પીજે 7105  છે અને તે તેનો ઉપયોગ કરે છે તેવી માહિતી સામે આવી હતી.

જો કે, બીપીનભાઈની પાસેથી બીજી અર્ટિકા કાર નંબર જીજે 36 એસી 8580 પણ છે અને તેની બેન્ક લોનના હપ્તા ચડી ગયા હતા જેથી કારને રિકવરી એજન્ટ પછી ખેંચી ન જાય તે માટે કારમાં નંબર બદલાવીને તેને જીજે 3 પીજે 7105 ની નંબર પ્લેટ લગાવી દીધી હતી અને પોતે તે અર્ટિકા કાર ફેરવતો હતો. અને ખોટી નંબર પ્લેટ લગાવેલ અર્ટિકા કાર લઈને હતો હતો ત્યારે હળવદ માર્કેટ યાર્ડ પાસે અકસ્માત થયો હતો જેથી પોલીસે કારમાં ખોટી નંબર પ્લેટ લગાવેલ હોવાથી બનાવટી દસ્તાવેજનો પણ તેની સામે ગુનો નોંધ્યો હતો અને આ ગુનામાં પોલીસે આરોપી બીપીનભાઈ મલાભાઈ રાઠોડ રહે. લીલપર વાળાની ધરપકડ કરેલ છે અને આ કામગીરી હળવદના પીઆઇ આર.ટી.વ્યાસની સૂચના મુજબ પીએસઆઈ જી.પી.ટાપરિયા અને તેની ટીમે કરી હતી.




Latest News