મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

મોરબીના કારખાનામાં ઊંચાઈ ઉપરથી પડતાં યુવાનના મોતના કેસમાં વધુ એકની ધરપકડ


SHARE







મોરબીના કારખાનામાં ઊંચાઈ ઉપરથી પડતાં યુવાનના મોતના કેસમાં વધુ એકની ધરપકડ

મોરબીના રંગપર ગામ નજીક આવેલ બંધ કારખાનામાં પાતરા અને એંગલ ઉતારવા માટેની કામગીરી ચાલી રહી હતી ત્યારે કારખાનામાં ઊંચાઈ ઉપરથી પડી જતા શ્રમિક યુવાનનું મોત નીપજયું હતુ.જેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કારખાનેદાર સહિત પાંચ શખ્સો વિરુદ્ધ સાઅપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો હતો.જે બનાવમાં અગાઉ બે પકડાયા છે અને હાલ વધુ એકની ધરપકડ કરવામાં આવી હતી.આ કેશમાં હજુ એકને પકડવાનો બાકી છે.

મોરબી તાલુકાનાં રંગપર ગામ પાસે ગત તા.૧૧ ફેબ્રુઆરીના રોજ બંધ પડેલા લુકાસો સિરામિકમાં રાત્રિના સમયે પાતરા અને એંગલ ઉતારવા માટેનું કામ કરવામાં આવી રહયું હતું.જે જોખમી કામ હોવા હતા કોઇપણ સેફ્ટીના સાધનો રાખવામા આવેલ ન હતા.કેંચી(એંગલ) કટિંગનું કામ કરતી વખતે ૨૫ ફૂટની ઊંચાઈ ઉપરથી નીચે પડી ગયેલા વિક્રમભાઈ પાટડિયા (૩૫) નામના યુવાનનું મોત નીપજયું હતું.આ યુવાનને સારવાર માટે લઈને આવ્યા હતા.ત્યારે રાજ્ય સેવકને ખોટી માહિતી આપવામાં આવી હતી કે વાહન અકસ્માત થયેલો છે.જેથી કરીને તા.૧૪-૨ ના રોજ કારખાનેદાર અંબારામભાઈ રંગપરિયા અને જીતેન્દ્રભાઈ રંગપરિયા તેમજ કામ રાખનાર જયદીપ પટેલ, હિરેન પટેલ અને ગોપાલભાઈ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક યુવાનના સાળાએ ફરિયાદ નોંધાવી હતી.આ કેસમાં તાલુકા પોલીસ દ્વારા ઉમંગ ઉર્ફે જયદીપ ઉર્ફે લાલો ગોવિંદભાઈ ભૂત (૩૨) રહે.શિવ શક્તિ સોસાયટી શેરી નંબર-૮ યુનિવર્સિટી રોડ રાજકોટ ની હાલમાં ધરપકડ કરી છે.

દવા પી જતા સારવારમાં

દિવાળીબેન નાનજીભાઈ કોળી (૧૬) રહે.શીરાની વાંઢ તા.રાપર જી.કચ્છ એ તેના ઘરે દવા પી લીધેલ હોય સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જ્યારે મોરબી ત્રિકોણબાગ પાસે રીક્ષા પલ્ટી મારી જવાના અકસ્માત બનાવમાં વાવડી રોડ ખાતે રહેતા નીતિનભાઈ પ્રવીણભાઈ બારોટ (૩૫) ને ઇજા થતા સારવાર માટે સિવિલે લઈ જવામાં આવ્યો હતો.

યુવાનનું મોત

મોરબીમા જેતપર રોડ બેલા ગામની સિમમાં રોમા ફેકટકી પાસે રહી ત્યાં મજુરી કામ કરતા વિરલ અલાવે (૩૫) નામના મજુરનો હાથ કન્વ્યેનર બેલ્ટમાં આવી ગયો હતો.જેથી સારવારમાં ખસેડાયો હતો.તેનું સારવાર દરમ્યાન મોત નિપજતા તાલુકા પોલીસ મથકના ફિરોઝભાઇ સુમરાએ તપાસ કરી હતી.

મારામારીમાં ઈજા

મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસે થયેલ મારામારીમાં ઇજા પામેલ મુકેશ રાધેશ્યામભાઈ કોળી (ઉમર ૨૦) રહે.મુળ દાહોદ હાલ રહે.મોરબીને ઇજા થયેલ હોય તેને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના રફાડેશ્વર ગામે રહેતા સંજયભાઈ અશોકભાઈ દંતેશરીયા નામના ૨૫ વર્ષના યુવાનને પાડા પુલ ખાતે કોઈ સાથે ઝઘડો થતા સામેવાળાએ ઇંટ વડે માર મારતા ઇજા પામેલા સંજયભાઇને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.






Latest News