મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લો ધો. 10 માં 89.13 ટકા પરિણામ સાથે ત્રીજા ક્રમે: એ-1 ગ્રેડના 1139 વિદ્યાથીઓનો સમાવેશ


SHARE











મોરબી જિલ્લો ધો. 10 માં 89.13 ટકા પરિણામ સાથે ત્રીજા ક્રમે: એ-1 ગ્રેડના 1139 વિદ્યાથીઓનો સમાવેશ

ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો. 10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે અને મોરબી જિલ્લાના પરિણામની વાત કરીએ તો 89.13 ટકા પરિણામ સાથે મોરબી જિલ્લો સમગ્ર રાજયમાં ત્રીજા ક્રમે આવેલ છે. અને તેમાં મોરબી જીલ્લામાં એ-1 ગ્રેડમાં 1139 તથા એ-2 ગ્રેડમાં 2034 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. અને જીલ્લામાં 100 ટકા પરિણામ ધારવતી શાળાની સંખ્યામાં ગત વર્ષની સરખામણીમાં 10 નો વધારો થયો છે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે અને ગુજરાત બોર્ડનું પરિણામ 83.86 ટકા આવ્યું છે જોકે મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લાનું ધો. 10 નું પરિણામ 89.13 ટકા આવ્યું છે. આ વર્ષે મોરબી જિલ્લામાં કુલ 12,300 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા જે પૈકીના 12166 વિદ્યાર્થીઓ દ્વારા ધો. 10 ની પરીક્ષા આપવામાં આવી હતી જેમાંથી એ-1 ગ્રેડમાં 1139, એ-2 ગ્રેડમાં 2034, બી-1 ગ્રેડમાં 2260, બી-2 ગ્રેડમાં 2336, સી-1 ગ્રેડમાં 1967 અને સી-2 ગ્રેડમાં 1023 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

મોરબી જિલ્લાની શાળાઓમાંથી કુલ 43 શાળાઓનું 100 ટકા, 77 શાળાનું 99 ટકા, 36 શાળાઓનું 90 ટકા, 23 શાળાઓનું 80 ટકા અને 16 શાળાનું 70 ટકા પરિણામ આવ્યું છે. વધુમાં મળતી વિગત પ્રમાણે જો છેલ્લા ત્રણ વર્ષના જિલ્લાના ધો. 10 ના પરિણામ ઉપર નજર કરીએ તો વર્ષ 2024 માં 85.60 ટકા, 2025 માં 88.78 ટકા અને વર્ષ 2026 માં 89.13 ટકા પરિણામ આવ્યું છે આમ મોરબી જિલ્લામાં ધો. 10 ના પરિણામમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે

અત્રે ઉલ્લેખની છે કે વર્ષ 2025 માં મોરબી જિલ્લામાં 100 ટકા પરિણામ ધરાવતી 33 શાળા હતી જો કે, આ વખતે 43 શાળાઓ છે આમ 10 શાળાના પરિણામ વધુ સારું બન્યું છે જ્યારે 30 ટકાથી ઓછું પરિણામ ધરાવતી ગત વર્ષે 2 શાળા હતી અને આ વર્ષે પણ 2 જ શાળા છે. તાજેતરમાં ધો. 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જીલ્લો સતત ચોથા વર્ષે સમગ્ર ગુજરાતમાં સાયન્સમાં પ્રથમ ક્રમે આવ્યો છે જોકે, ધો. 10 ના પરિણામમાં મોરબી જિલ્લામાં ગત વર્ષ કરતાં આ વર્ષે વધારો થયો છે પરંતુ ધો. 12 ના પરિણામની જેમ ધો. 10 નું પરિણામ રાજ્યમાં અવ્વલ નંબરે આવ્યો નથી તે હકીકત છે.






Latest News