મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત પ્રમાણિક્તા: મોરબીમાં રોકડ-દાગીના ભરેલ થૈલી પરત કરી મોરબીમાં પેટ્રોલ પંપ ગાડી આગળ લેવાનું કહેતા કર્મચારીને 4 શખ્સોએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વિજય ટોકીઝ પાસે 108 અને કાર વચ્ચે અકસ્માત થતાં ઇએમટી મહિલા કર્મચારીને માથામાં ગંભીર ઇજા-મણકામાં ફેક્ચર મોરબીનું માર્કેટ યાર્ડ આજેથી ફરી ધમધમતું: મહુર્તના સોદામાં કપાસના 1900, મગફળીના 1600 અને જીરૂના 5400 નો ભાવ આવ્યો મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન મોરબી જીલ્લાની 349 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે અનામત બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ
Breaking news
Morbi Today

વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !


SHARE































વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !

વાંકાનેરના કણકોટ ગામ પાસે કોન્ફિડન્ટ પેટ્રોલિયમ ઇન્ડિયા લીમીટેડનો એલપીજી બોટલિંગ પ્લાન્ટ આવેલો છે અને ત્યાં પ્લાન્ટ ઇન્ચાર્જ અને ઓપરેટર તરીકે કામ કરતા બે કર્મચારીઓ દ્વારા કંપની દ્વારા મોકલવામાં આવેલ એલપીજી ગેસના જથ્થામાંથી કંપનીની જાણ બહાર 92 ટન 656 કિલો ગેસના જથ્થાને બારોબાર વેચી નાખ્યો છે અને તેના નાણા કંપનીના એકાઉન્ટમાં જમા કરાવેલ નથી અને 1,52,88,240 ની કિંમતનો ગેસ બારોબાર વેચાણ કરીને કંપની સાથે વિશ્વાસઘાત કરેલ હોય હાલમાં કંપનીના કર્મચારીઓ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મહારાષ્ટ્ર ખાતે આવેલ કોન્ફિડન્ટ ટાવર રામદાસ ફ્લેટ સેન્ટ્રલ બજાર રોડ ખાતે રહેતા અને નાગપુરમાં કોન્ફિડન્ટ પેટ્રોલિયમ ઇન્ડિયા લીમીટેડ ખાતે નોકરી કરતા સુભાંગસિંગ બિજેન્દ્રપાલ સિંગ (42)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સુરેશકુમાર ભેરૂલાલ મેઘવાલ રહે હાલ મહાવીરનગર વાંકાનેર મૂળ રહે. રાજસ્થાન તથા ઇલ્યાસ નૂરમામદભાઈ પરાસરા રહે. કણકોટ તાલુકો વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, કણકોટ ગામે આવેલ કોન્ફિડન્ટ પેટ્રોલિયમ ઇન્ડિયા લિમિટેડના એલપીજી બોટલિંગ પ્લાન્ટ ખાતે સુરેશકુમાર પ્લાન્ટના ઇન્ચાર્જ તરીકે તથા ઇલ્યાસ પ્લાન્ટના ઓપરેટર તરીકે કામ કરે છે અને બંને આરોપીઓએ કંપની સાથે વિશ્વાસઘાત કરીને કંપની દ્વારા મોકલાવવામાં આવેલ એલપીજી ગેસના જથ્થામાંથી સૂચના મુજબનું વેચાણ ન કરીને સ્ટોરેજ પ્લાન્ટમાંથી 92 ટન 656 કિલો એલપીજી ગેસનો જથ્થો જેની કિંમત 1,52,88,240 રૂપિયા થાય છે તે કંપનીની જાણ બહાર કોઈપણ રીતે બારોબાર વેચાણ કરી નાખેલ છે અને તેના નાણા કંપનીના એકાઉન્ટમાં જમા ન કરાવીને પોતાના અંગત ઉપયોગમાં આરોપીએ લીધેલ છે જેથી કંપનીના કર્મચારીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે વિશ્વાસઘાત સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.












Latest News