મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે


SHARE









વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે

વાંકાનેર તાલુકા વિસ્તારની અંદર બેફામ ખનીજ ચોરી કરવામાં આવતી હોય અગાઉ પણ પોલીસ દ્વારા ત્યાં દરોડા કરીને કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યું છે તેવામાં વધુ એક વખત વાંકાનેર તાલુકા પોલીસની ટીમે ખાણ ખનીજ માફિયા સામે કાર્યવાહી કરવામાં આવી છે અને ગેરકાયદે તેમજ ઓવરલોડ ખનીજ ભરીને જતાં ચાર ડમ્પર જેની કિંમત 1.20 કરોડનો મુદામાલ કબ્જે કરેલ છે. અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ બી.વી.પટેલની સુચના મુજબ પીએસઆઇ ડી.વી.ખાંભલા અને તેઓનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન વાંકાનેર તાલુકા વિસ્તારમાં ગેરકાયદેસર અને ઓવરલોડ ખનીજ ભરીને લઈ જતાં વાહનોના ચાલક સામે કાર્યવાહી કરવામાં આવેલ છે. અને વાંકાનેર તાલુકા વિસ્તારમાંથી ડમ્પર નંબર જીજે 8 એયું 7124, જીજે 3 ડીવાય 8288, જીજે 3 બીવાય 1953 અને જીજે 11 વીવી 9695 કબજે કરેલ છે અને કુલ મળીને 1.20 કરોડનો મુદામાલ કબ્જે કરેલ છે. અને હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News