મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો


SHARE









ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો

મોરબીની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચેક રિટર્નનો કેસ ચાલી ગયો હતો જેમાં કોર્ટે આરોપીને બે વર્ષની જેલની સજા અને દંડનો હુકમ કર્યો છે. 

આ કેસમાં ફરિયાદી ભાસ્કરભાઇ પ્રેમતલાલ પંડ્યા અને આરોપી વાસુદેવભાઇ ગોવિંદભાઇ ધુમલીયા વચ્ચે સામાજિક સંબંધો હતા. જેથી આરોપીને નાણાકીય જરૂરિયાત ઊભી થતા ફરિયાદીએ અંગત ઉપયોગ માટે ૮૦,૦૦૦ હાથ ઉછીના આપેલ હતા અને આ રકમ પછી આપવા માટે આરોપીએ આપેલો ચેક બેંકમાં રજૂ કરતા "અપૂરતું ભંડોળ" ના શેરા સાથે ચેક પરત ફર્યો હતો. ત્યારબાદ ફરિયાદીએ વકીલ મારફત નોટિસ આપી હતી છતાં ફરિયાદીને રકમ આપી ન હતી જેથી કરીને મોરબીની કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ કેસ ચાલી ગયો હતો જેમાં ફરિયાદી પક્ષના જાણીતા વકીલ કાનજી એમ. ગરચરની દલીલો અને રજૂ કરેલા દસ્તાવેજી પુરાવાઓને ગ્રાહ્ય રાખીને મોરબીના મહે. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબે આરોપી વાસુદેવભાઇ ધુમલીયાને બે વર્ષની સાદી કેદની સજા અને આરોપીને ૯૫,૦૦૦ નો દંડ કર્યો છે અને દંડની રકમમાંથી ફરિયાદીને ૮૦,૦૦૦ વળતર પેટે ચૂકવવાનો આદેશ કર્યો છે તેમજ ચેકની રકમ ઉપર ચેક પરત ફર્યા તારીખથી વાર્ષિક ૯ ટકા સાદુ વ્યાજ પણ આરોપીએ ફરિયાદીને ચૂકવવાનો હુકમ કર્યો છે. અને જો આરોપી દંડની રકમ ભરવામાં કસુર કરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. અને આ ​ચુકાદા સમયે આરોપી ગેરહાજર હોવાથી કોર્ટે આરોપી વિરુદ્ધ બિન-જામીનલાયક વોરંટ કાઢી તેને સજા ભોગવવા માટે હાજર કરવા પોલીસને આદેશ કર્યો છે. ​આ કેસમાં ફરિયાદી તરફે વકીલ કાનજી એમ. ગરચર રોકાયેલ હતા.




Latest News