મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદના ગોલાસણ ગામે વાડીએ જાટકાના વાયરમાંથી શોર્ટ લાગતા યુવાનનું મોત


SHARE









હળવદના ગોલાસણ ગામે વાડીએ જાટકાના વાયરમાંથી શોર્ટ લાગતા યુવાનનું મોત

હળવદના ગોલાસણ ગામની સીમમાં આવેલ વાડીએ યુવાન મગફળીના વાવેતરમાં પાણી વાળતો હતો દરમિયાન જાટકાના વાયરને અડી જવાના કારણે તે યુવાને શોટ લાગ્યો હતો અને યુવાનનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની મૃતક યુવાનના માતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ રાપર તાલુકાનાં પલાસવા ગામના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાં રહેતા અને મજૂરી કામ કરતા નરેશભાઈ ધનજીભાઈ ઉર્ફે ધનાભાઈ કોળી (27) નામના યુવાનને ગોલાસણ ગામની સીમમાં નારણભાઈ સાવડીયાની વાડીએ કામ કરતો હતો અને ત્યારે મગફળીના વાવેતરમાં પાણી વાળતા સમયે કોઈપણ કારણોસર જાટકાના વાયરને અડી જતા શોર્ટ લાગ્યો હતો જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું અને આ બનાવ અંગેની મૃતક યુવાનના માતા બબીબેન ધનજીભાઈ કોળી (50) રહે હાલ ગોલાસણ વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News