મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો


SHARE









માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો

માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે રહેતી મહિલાની બહેન અને તેના જેઠના બાળકો બાબતે બોલાચાલી થઈ હતી જેથી તે ત્યાં સમજાવવા માટે ગઈ હતી જે બાબત આરોપીઓને સારું નહીં લાગતા ચાર શખ્સો દ્વારા મહિલાને ગાળો આપીને ઢીકાપાટોનું માર મારવામાં આવ્યો હતો તથા માથા, મોઢા અને શરીરે ઇજાઓ કરવામાં આવી હતી જેથી ઇજા પામેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધરે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

માળીયા મીયાણા તાલુકાના જુના અંજીયાસર ગામે રહેતા સાયનાબેન ઉર્ફે સાહીનાબેન ફારુકભાઈ મોવર (24) એ હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફારુક નિજામભાઈ મોવર, નિજામભાઈ હબીબભાઈ મોવર સાઉદીના હબીબભાઇ મોવર અને જુસબ નિઝામભાઈ મોવર રહે. જુના અંજિયાસર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં ફરિયાદી તેમની મોટી બહેન સલમાબેન અને તેના જેઠ હસનભાઈ બાળકો બાબતે બોલાચાલી કરતા હતા જેથી ત્યાં સમજાવવા માટે ગયા હતા અને ત્યારે આરોપીઓને સારું નહીં લાગતા તે બાબતનો ખાર રાખીને ફારુકે ફરિયાદીને ગાળો આપીને વાળ ખેંચીને નીચે પાડી દઈને ઢીકાપાટુનો માર માર્યો હતો જ્યારે નિઝામભાઈએ ફરિયાદીને ગાળો આપીને ચહેરા તથા મોઢા ઉપર ઢીકા મારીને ઇજાઓ કરી હતી તો સાઉદીભાઈએ ધોકા વડે ફરિયાદી મહિલાને વાસાના ભાગે માર માર્યો હતો અને જુસબભાઈએ ગાળો આપીને માર માર્યો હતો જેથી ઇજા પામેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ચાર શખ્સની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News