મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા મુદ્દે યુવાન ઉપર પાઇપ વડે હુમલો


SHARE









વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા મુદ્દે યુવાન ઉપર પાઇપ વડે હુમલો

વાંકાનેરમાં જકાતનાકા રીક્ષા સ્ટેન્ડ પાસે રિક્ષામાં પેસેન્જર ભરવા બાબતે યુવાન સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી અને ત્યાર બાદ ઢીકાપાટુનો માર માર્યો હતો અને લોખંડના પાઇપથી ડાબા હાથની આંગળીમાં માર મારીને ફ્રેક્ચર કર્યું હતું જેથી ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેરના સીટી સ્ટેશન રોડ ઉપર રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગનું કામ કરતા ફિરોજભાઈ મુસાભાઇ માજોઢી (38)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે દીપક કોળી રહે. પેડક સોસાયટી વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાંકાનેરમાં નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ જકાતનાકા રીક્ષા સ્ટેન્ડ પાસે તેઓ પોતાની રીક્ષા લઈને ઊભા હતા અને પોતાની રિક્ષામાં પેસેન્જર બેસાડતા હતા દરમિયાન પેસેન્જર બાબતે આરોપીએ બોલાચાલી કરી હતી અને ત્યારબાદ ફરિયાદીને ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ લોખંડના પાઈપથી માર મારીને ડાબા હાથની આંગળીમાં ફ્રેકચર જેવી ઇજા કરી હતી જેથી ઈજા પામેલા યુવાને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા જકાતનાકા પાસ  રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો ત્યારે એક યુવાનને ત્રણ શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો જે બનાવ સંદર્ભે ત્રણ શખ્સો સામે જે તે સમયે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી આ બનાવમાં જ હાલમાં વળતી ફરિયાદ નોંધાયેલ છે.




Latest News