મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદના ડુંગરપુર અને મોરબીમાંથી દારૂની 13 બોટલ સાથે કુલ 3 આરોપી પકડાયા, એકની શોધખોળ: વાંકાનેરમાં જુગાર રમતા 5 પકડાયા


SHARE









હળવદના ડુંગરપુર અને મોરબીમાંથી દારૂની 13 બોટલ સાથે કુલ 3 આરોપી પકડાયા, એકની શોધખોળ: વાંકાનેરમાં જુગાર રમતા 5 પકડાયા

હળવદ તાલુકાના ડુંગરપુર ગામે દુકાન પાસેથી દારૂની 9 બોટલ સાથે એક આરોપી પકડાયેલ છે અને દારૂ આપનારનું નામ સામે આવ્યું છે જેથી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે જ્યારે રવાપર રોડ ઉપરથી દારૂના 4 ચપલા સાથે બે શખ્સને પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે અને વાંકાનેરના ધમાલપર-2 ખાતે જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો મળી આવ્યા છે.

 

હળવદ તાલુકાના ડુંગરપુર ગામે વિક્રમભાઈ વિઠલાપરાની દુકાન પાસે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની 9 બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 5400 રૂપિયાની કિંમતના દારૂના જથ્થા સાથે વિક્રમભાઈ ગોરધનભાઈ વિઠલાપરા (31) રહે. ડુંગરપુર વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન  સુરેશભાઈ ઘોઘાભાઈ જેતપરા રહે. માથક વાળા પાસેથી દારૂની બોટલો મંગાવી હોવાનું સામે આવ્યું હતું જેથી બંને સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ખોજા ખાનાથી આગળના ભાગમાં પસાર થઈ રહેલા બે શખ્સને રોકીને પોલીસે ચેક કર્યા હતા ત્યારે તેની પાસેથી દારૂના 4 ચપલા મળી આવતા પોલીસે દારૂ તથા બે મોબાઈલ ફોન આમ કુલ મળીને 10,480 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી અમનભાઈ અસરફભાઈ વીસર (20) રહે. પંચાસર રોડ ગીતામિલ સામે જનકનગર મોરબી તથા રેહાનભાઈ ઇમરાનભાઈ પલેજા (20) રહે. કાલિકા પ્લોટ જલાલ ચોક મોરબી વાળાને પકડીને બંને સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જુગાર રમતા 5 પકડાયા

વાંકાનેરના ધમાલપર-2 ખાતે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા મંગાભાઈ દેવજીભાઈ કારોલીયા (70), રાજેશભાઈ કાળુભાઈ રાઠોડ (38), રમેશભાઈ અમરશીભાઈ મેર (50) રાજેશભાઈ વાલજીભાઈ જીંજરિયા (43) અને ધીરુભાઈ ગાંડુભાઇ સનુરા (65) રહે. બધા ધમાલપર-2 વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 6180 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News