મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

ઉતમ સ્વસ્થ્ય માટે લાઈફ સ્ટાઇલમાં થોડો ચેન્જ અનિવાર્ય: મોરબીમાં યોજાયેલ આરોગ્ય કથામાં વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની ટકોર


SHARE









ઉતમ સ્વસ્થ્ય માટે લાઈફ સ્ટાઇલમાં થોડો ચેન્જ અનિવાર્ય: મોરબીમાં યોજાયેલ આરોગ્ય કથામાં વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની ટકોર

વર્તમાન સમયમાં લોકો આરોગ્ય પ્રત્યે જાગૃત થયા છે અને આયુર્વેદ તરફ પાછા વળી રહ્યા છે ત્યારે મોરબીમાં શનાળા ગામે આવેલ પટેલ સમાજવાડી ખાતે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આયુર્વેદ કથાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં મોટી સંખ્યામાં આરોગ્યપ્રેમી લોકો આવ્યા હતા અને આરોગ્ય કથાનો લાભ લીધેલ હતો.

મોરબીના શનાળા ગામે આવેલ પટેલ સમાજવાડી ખાતે પ્રખ્યાત વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આયુર્વેદ કથાનું આયોજન કર્યું હતું જેમાં મોરબી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં આરોગ્યપ્રેમી લોકો આવ્યા હતા અને આરોગ્ય કથાનો લાભ લીધેલ હતો ત્યારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાએ આરોગ્ય કથામાં લોકોને કહ્યું હતું કે, જો દરેક વ્યક્તિ તેના જીવનમાં રૂટિન લાઈફ સ્ટાઇલમાં થોડો ચેન્જ કરે તો તેને ઉતમ સ્વસ્થ્ય મળી શકે છે. ખાસ કરીને ખાવા અને પીવાની બાબતમાં તેઓએ કહ્યું હતુ કે, ખોરાકને ચાવી ચાવીને ખાવો અને પાણીને નિરાંતે પીવામા આવે તો પણ લોકોને અનેક બીમારીમાંથી રાહત મળી શકે છે.

આટલું જ નહીં પરંતુ ઘણી વખત લોકોને ડોક્ટર દ્વારા ઓપરેશનનું કહેવામા આવે છે ત્યારે સીધું જ ઓપરેશન કરાવતા પહેલા જો એક વખત આયુર્વેદ નિષ્ણાંતની સલાહ લેવામાં આવે તો કદાચ દર્દીને ઓપરેશન વગર પણ સારું થઈ શકે છે. આટલું જ નહીં યોગ પ્રાણાયામ કરવામાં આવે અને નાની નાની બાબતોમાં જો કાળજી રખવામાં આવે તો ઋતુજન્ય રોગોમાંથી પણ લોકોને મુક્તિ મળી શકે છે જેથી તેના માટેની ટિપ્સ પણ તેઓ દ્વારા આપવામાં આવી હતી. ઉલેખનીય છે કે, આ કથામાં આવેલા તમામ લોકો આરોગ્ય પ્રત્યે એટલા જાગૃત હતા કે તેઓ પોતાના મોબાઈલ ફોન સાયલન્ટ કરીને કથામાં આવ્યા હતા અને કથામાં આવેલ લોકોને ગળો કટીંગ, નગોડ કટીંગ, બીલ્વફળ તથા ગરમાળાની શીંગ ફ્રીમાં આપવામાં આવી હતી તેમજ વૈદ્ય કોરડિયાભાઈ તરફથી મફત આંખમાં નાખવાના ટીપાં (નેત્ર બિંદુ) આપવામાં આવ્યા હતા.

સાથોસાથ કથા સ્થળ પાસે માટીની તાવડી, પાટીયા, કુંડા, દેશી ઘાણીનુ કાળા તથા સફેદ ઓર્ગેનિક તલનું તેલ, કોપરેલ તેલ, મગફળીનું તેલ, આયુર્વેદ પાવડર ચુર્ણ, હરડે બહેડા આમળા અરીઠા શિકાકાઈ ત્રિફળા ચૂર્ણ, સંચળ પાવડર, સિંધાલૂણ, એલોવેરા, લીમડો, તુલસી, કેસુડાના સાબુ, ફુલ છોડના કલમી રોપા ૨૬ પ્રકારના ગુલાબ, મોગરો, ચંપો, કેવડો, ગલગોટા, દેશી ખાતર, ઈન્ડોર આવુટડોર પ્લાન્ટ, ઓર્ગેનિક મેથી, દવા વગરના શાકભાજી, ફળ, દેશી ગીર ગાયનું ઘી-દૂધ બોટલ, મુખવાસ વગેરેનું વેચાણ માટેના સ્ટોલ પણ રાખવામા આવ્યા હતા. 




Latest News