મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

રાજકોટના રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની ટીમ મોરબી જિલ્લામાં ખનીજ માફિયા ઉપર ત્રાટકી: રેતી ભરેલા 10 ડમ્પર કબ્જે


SHARE





રાજકોટના રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની ટીમ મોરબી જિલ્લામાં ખનીજ માફિયા ઉપર ત્રાટકી: રેતી ભરેલા 10 ડમ્પર કબ્જે

મોરબી જિલ્લામાં ખાણ ખનીજ માફિયા ઉપર રાજકોટના રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની ટીમ ત્રાટકી છે અને માળીયા પીપળીયા હાઇવે રોડ ઉપરથી રોયલ્ટી વગર રેતી ભરીને પસાર થતાં 10 જેટલા ડમ્પર સહિત કુલ મળીને કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ડમ્પર સહિતનો મુદ્દામાલ સોંપવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ રેડની ખાણ ખનીજ વિભાગના અધિકારીને પણ જાણ કરાઇ છે.

રાજકોટમાં રેન્જ આઇજી તરીકે નિર્લિપ્ત રાયને મૂકવામાં આવ્યા ત્યાર બાદ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને મૂળમાંથી ડામવા માટે થઈને સતત જુદી જુદી જગ્યા ઉપર રેડ કરવામાં આવી રહી છે તેવામાં મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા વિસ્તારમાં વિનયગઢ સહિતના વિસ્તારોમાં છેલ્લા દિવસોમાં સ્થાનિક પોલીસ, એલસીબી, એસઓજીની ટીમો દ્વારા ખનીજ માફિયાઓ ઉપર ધોંસ બોલાવવામાં આવી હતી અને કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો જેની શાહી હજુ સુકાઈ નથી ત્યાં આજે રેન્જ આઈજી ની ટીમ મોરબી જિલ્લામાં ખનીજ માફિયા ઉપર ત્રાટકી છે અને કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે રાજકોટ રેન્જ આઇજીની ટીમના પીએસઆઇ બી.સી. મિયાત્રા અને તેઓનો સ્ટાફ મોરબી જિલ્લાના માળીયા પીપળીયા હાઇવે રોડ ઉપર પેટ્રોલિંગમાં હતો ત્યારે ત્યાંથી એક કે બે નહીં પરંતુ 10 જેટલા ડમ્પર કોઈપણ પ્રકારની રોયલ્ટી પાસ વગર રેતી ભરીને પસાર થઈ રહ્યા હોય તેવું સામે આવ્યું હતું જેથી ડમ્પર ચાલકોને રોકવામાં આવ્યા હતા અને આગળની કાર્યવાહી માટે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને પણ સ્થળ ઉપર બોલાવવામાં આવ્યા છે

વધુમાં મળતી માહિતી પ્રમાણે હાલમાં જે ડમ્પરોને રોકીને કબજે કરવામાં આવ્યા છે તેમાં રેતીનો જથ્થો ભરેલ છે અને આ રેતી કચ્છ જિલ્લાના શિકારપુર વિસ્તારમાંથી ડમ્પરોમાં ભરવામાં આવી હોવાનું સામે આવ્યું છે અને આ રેતીને જામનગર બાજુ લઈ જવામાં આવી રહી હતી. જેથી હાલમાં રેન્જ આઇજીની ટીમે કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને મુદ્દામાલ તથા વાહન ચાલકોને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News