મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ


SHARE









ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ

ટંકારાના હરબટીયાળી ગામે રહેતો શખ્સ ગામમાં અવાર નવાર નુકસાન કરતો હતો જેથી તેને નુકસાની નહીં કરવા માટે યુવાને કહ્યું હતું જે તેને સારું નહીં લાગતાં તે શખ્સે યુવાનના પિતા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો અને તેને માથામાં પાઈપ મારીને હેમરેજ તેમજ શરીરે ફેક્ચર જેવી ઇજા કરી હતી જેથી ઇજા પામેલ વૃદ્ધ અને તેઓને બચાવવા માટે વચ્ચે પડેલ વ્યક્તિઓને પણ ઇજા થઈ હોવાથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

ટંકારાના હરબટીયાળી ગામે રહેતા હસમુખભાઈ બેચરભાઈ નમેરા (47)એ હાલમાં જગદીશભાઈ છનાભાઈ ઝાપડા રહે. હરબટીયાળી વાળા સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપી અવારનવાર ગામમાં જાહેર જગ્યા ઉપર નુકસાન કરતો હતો જેથી તેને ગામમાં નુકસાન નહીં કરવા માટે ફરિયાદી કહ્યું હતું અને તે બાબતે આરોપીને સારું નહીં લાગતા તેણે ફરીયાદીના પિતા આરોપીની શેરીમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે લોખંડના પાઇપ પડે હુમલો કરીને ફરિયાદીના પિતા બેચરભાઈ જીવણભાઈ નમેરા (75)ને માથાના ભાગે લોખંડનો પાઇપ મારીને હેમરેજ જેવી ઈજા કરી હતી તેમજ શરીરે પાઇપ મારીને ફેકચર જેવી ઇજા કરેલ છે અને ફરિયાદીના પિતાને બચાવવા માટે વચ્ચે પડેલા સાહેદોને પણ મારમારીને નાના મોટી ઈજાઓ કરી હતી જેથી ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News