મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન


SHARE









વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન

વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ લેમઝોન સિરામિક કારખાનામાં રાત્રિના સમયે કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની હતી જેથી આ બનાવની મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને કારખાનામાં જે જગ્યા ઉપર આગ લાગી હતી ત્યાં પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવામાં આવી હતી.

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ગામ પાસે લેમઝોન સિરામિક કારખાનામાં બુધવારે રાત્રિના નવ વાગ્યાના અરસામાં કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની હતી જેથી કરીને તાત્કાલિક આ બનાવની મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગના અધિકારી જયેશભાઈ ડાકી સહિતની ટીમ તાત્કાલિક ફાયર ફાયટર સાથે ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને કારખાનામાં જે જગ્યા ઉપર આગ લાગી હતી ત્યાં સતત પાણીનો મારો ચલાવીને કલાકોની જહેમત બાદ કારખાનામાં લાગેલી આગને કાબુમાં લેવામાં આવી હતી આ બનાવ વિષે માહિતી આપતા ફાયર વિભાગના અધિકારી જયેશભાઈ ડાકીએ જણાવ્યું હતું કે લેમઝોન સિરામિક કારખાનાના પ્રેસ વિભાગમાં કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની હતી જેની ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ ઉપર પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધેલ હતી અને આ બનાવમાં કોઈ જાનહાનિ થયેલ નથી. જોકે, ફાયર વિભાગની ટીમ દ્વારા કારખાનાની અંદર લાગેલી આગને કાબુમાં લેવામાં આવી ત્યાં સુધીમાં ત્યાં રાખવામાં આવેલ મશીનરી અને માલ સામાનમાં મોટું નુકસાન થયું હોવાનું હાલમાં જાણવા મળી ગયું છે




Latest News