મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન


SHARE









માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન

માળીયા મિયાણામાં સામસામે ગાડી આવી જવાની વાતમાં અગાઉ થયેલ બોલાચાલીનું મનદુખ યુવાન સાહેદ સાથે સ્કોર્પિયો ગાડીમાં ચા પીવા માટે ગયો હતો ત્યાં જુદીજુદી બે ગાડીમાં આવેલ શખ્સોએ યુવાન સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો તેમજ થાર ગાડી સ્કોર્પિયો ગાડીમાં અથડાવીને વાહનમાં નુકસાન કર્યું હતું તેમજ ધોકામ છરી અને ધારિયા જેવા હથિયાર સાથે વાડીએ જઈને ધમકી આપવામાં આવી હતી જેથી ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 5 શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

માળીયા મીયાણામાં આવેલ વાડા વિસ્તાર ખાતે રહેતા રફીકભાઈ કાદરભાઈ જેડા (26)એ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોસીન નુરાલીભાઈ મોવર, ફારુક નુરાલીભાઈ મોવર, નુરાલીભાઈ આદમભાઈ મોવર, વિરમભાઈ નુરાઅલીભાઈ મોવર અને નવાજ ડાડા મોવર રહે. બધા માળીયા મીયાણા ત્રણ રસ્તા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીને અગાઉ આરોપી મોસીન સાથે સામસામે ગાડી આવી જવા બાબતે બોલાચાલી થઈ હતી અને તે બાબતનું મનદુઃખ રાખીને ફરિયાદી તથા સાહેદ વિશાલા હોટલે તેઓની સ્કોર્પિયો ગાડી લઈને ચા પીવા માટે થઈને ગયા હતા ત્યારે ત્યાં મોસીન તેની ક્રેટા ગાડી નંબર જીજે 36 એએફ 2029 લઈને આવ્યો હતો અને ફરિયાદી તથા સાહેદ સાથે ઝઘડો કરીને ગાળો આપી હતી દરમિયાન આરોપી ફારુક તેની થાર ગાડી નંબર જીજે 36 એસી 4710 લઈને ત્યાં આવ્યો હતો અને ફરિયાદી સ્કોર્પિયો ગાડીમાંથી નીચે ઉતરી ગયેલ હોય સાહેદ નવાબ બીક ના લીધે પોતાની સ્કોર્પિયો ગાડી લઈને ભાગવા જતા આરોપી ફારૂકે તેની થાર ગાડી ફૂલ સ્પીડમાં ચલાવીને સ્કોર્પિયોમાં અથડાવી હતી અને હોટલના ગ્રાઉન્ડમાં ઉભેલા ફરિયાદીને હડફેટે લઈને નીચે જમીન ઉપર પાડી દઈને ડાબા હાથમાં ફેક્ચર અને જમણા પગમાં ઇજા કરી હતી ત્યારબાદ નુરાલીભાઇએ ફરિયાદી પાસે આવીને ગાળો આપી હતી અને નવાબની સ્કોર્પિયો ગાડીને રોડ ઉપર મૂકીને થાર ગાડી તેમાં અથડાવીને નુકસાન કર્યું હતું અને ફરિયાદીના કાકા સાહેબ ઈસ્માઈલભાઈ વાડીએ આરોપી મોસીન, ફારુક, વિરમ, નવાજ બધાએ ક્રેટા અને થાર ગાડીમાં ધોકા, છરી અને ધારિયા જેવા હથિયાર સાથે નવાબને મારવા માટે  ગયા હતા જેથી ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News