મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ


SHARE









હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ

હળવદ તાલુકાના જુદાજુદા ત્રણ ગામમાં આવેલ સરકારી જમીનને પચાવી પાડવા માટેનું કૌભાંડ કર્યું હતું જેથી હળવદ પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો હતો જે ગુનામાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે. અને આગળની કાર્યવાહી કરેલ છે.

હળવદના મામલતદાર અલ્કેશભાઇ પ્રફુલચંદ્ર ભટ્ટએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગત 9/11/25 ના રોજ રમેશભાઈ બાબાભાઈ કોળી, છગનભાઈ નાગજીભાઈ ધારિયાપરમાર, બીજલભાઇ અમરશીભાઈ કોળી, દલાભાઈ રણછોડભાઈ ડાભી, દિનેશભાઈ હમીરભાઇ વનાણી, રાઠોડ માવજીભાઈ ડાભાભાઇ, જશુબેન બાબુભાઈ કોળી, મંજુબેન રત્નાભાઇ કોળી અને વનાણી હમીરભાઈ વજુભાઈ સામે જુદાજુદા ત્રણ ગામમાં આવેલ સરકારી જમીન પચાવી પાડવા માટેના કૌભાંડની ફરિયાદ કરી હતી.

જે ગુનામાં અત્યાર સુધીમાં પોલીસે મુખ્ય સૂત્રધાર અને એક મહિલા સહિત કુલ 8 આરોપીને ઝડપી લીધા હતા અને હાલમાં આ ગુનામાં આરોપીને પકડવા માટે તેને હળવદ તાલુકા પીઆઇ આર.ટી, વ્યાસની સૂચના મુજબ અલગ અલગ ટીમો બનાવીને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી દરમિયાન આરોપી બીજલ અમરશીભાઈ ઝેઝરીયા રહે. અભેપર તાલુકો થાન વાળાની ધરપકડ કરવામાં આવેલ છે ઉલેખનીય છે કે, ગત તા. 26/3/2016 થી 17/7/2020 દરમિયાન આરોપીઓએ હળવદના કોયબા, ઘનશ્યામપુર અને સુંદરીભવાની ગામે રેવન્યુ રેક્ડે ચાલતી સરકારની અલગ અલગ રેવન્યુ સર્વે નંબર વાળી જમીનનું બનાવટી રેકોર્ડ ઉભુ કર્યું હતું

આટલું જ નહીં આ જમીન પચાવી પાડવા માટે સરકારી કચેરીના હોદ્દા વાળા બનાવટી રબર સ્ટેમ્પ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો અને પોતાના કબજામાં સ્ટેમ્પ રાખ્યા હતા અને જે તે સમયના સક્ષમ સત્તા અધિકારીઓની ખોટી સહી તથા ખોટા હુકમો કરી ત્રણેય ગામોની અલગ અલગ સર્વે નંબરની કુલ મળીને 344.27 વિધા સરકારી જમીનોની સરકારી કચેરીમાં નોંધ પડાવી પોતાના નામે કરી-કરાવીને કૌભાંડ કર્યું હતું. આ ગુનામાં સરકારી કચેરીના બે તત્કાલિન પટ્ટાવાળા સહિત આજ સુધીમાં કુલ મળીને 9 જેટલા આરોપીઓને પકડવા આવેલ છે.

પાસા હેઠળ જેલ હવાલે

હળવદ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના ગુનામાં અવારનવાર સંડોવાયેલ મયુરસિંહ રાઠોડ ની પાસા દરખાસ્ત મુકવામાં આવી હતી અને તે પાસા દરખાસ્તને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂર કરીને પાસા વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું જેથી હળવદ તાલુકા પીઆઇ આર.ટી.વ્યાસની સૂચના મુજબ ટીમ દ્વારા પાસા હેઠળ મયુરસિંહ ઉર્ફે કાલી ભરતભાઈ રાઠોડ રહે. સુખપર તાલુકો હળવદ વાળાને પકડીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે




Latest News