મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો


SHARE









હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો

હળવદના જુના ઇસનપુર ગામે રહેતા યુવાને જમીનના ભાગ બાબતે મનદુખ ચાલતું હોય તે બાબતનો ખાર રાખીને તેને જમણા પગના ઢીચણના ભાગે લાકડાનો ધોકો મારીને ફ્રેક્ચર જેવી ઇજા કરી હતી તેમજ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદના જુના ઇસનપુર ગામે રહેતા ભુપતભાઈ તળશીભાઇ પરમાર (39)એ લાલજીભાઈ ઉર્ફે જગદીશભાઈ, કરસનભાઈ વશરામભાઈ અને રમેશભાઈ વશરામભાઈ રહે. ત્રણે જુના ઇસનપુર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે આરોપી સાથે જમીનના ભાગ બાબતે તેઓને મનદુઃખ ચાલતું હતું અને તે બાબતનો ખાર રાખીને લાલજીભાઈએ ફરિયાદીને જમણા પગના ઢીચણના ભાગે લાકડાનો ધોકો મારી ફેક્ચર જેવી ઇજા કરી હતી જ્યારે કરસનભાઈ અને રમેશભાઈએ ફરિયાદી તથા સાહેદને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News