જોખમી બેદરકારીનો ચોંકાવનારો ખુલાસો: મોરબી જિલ્લાની ૬૧ સરકારી શાળાઓના ૧૪૭ વર્ગખંડો જોખમી
મોરબીના ઓરેવા ગ્રુપ દ્વારા પુત્રીના લગ્ન નિમિતે ૩૫૦૦ કર્મચારીઓને છ હજારની કિંમતનો મોમેન્ટો ભેટ અપાયો
SHARE









મોરબીના ઓરેવા ગ્રુપ દ્વારા પુત્રીના લગ્ન નિમિતે ૩૫૦૦ કર્મચારીઓને છ હજારની કિંમતનો મોમેન્ટો ભેટ અપાયો
મોરબી-ગુજરાત જ નહિં સમગ્ર ભારત અને દુનીયામાં નામ ધરાવતી અજંતા-ઓરેવા ગ્રુપના સુપ્રીમો પાટીદાર રત્ન જયસુખભાઇ પટેલની સુપુત્રી ચી.એલિશના શુભ લગ્ન પ્રસંગ નિમિતે તેમના યુનીટના તમામ ૩૫૦૦ થી વધુ કર્મચારીઓને આશરે રૂ. ૬૦૦૦ ની કિંમતનો શુભેચ્છા મોમેન્ટો આપવામાં આવ્યો હતો.
હજારો અનસ્કીલ લોકોને પણ રોજગારી આપનાર ઓરેવા ગ્રુપ વુમન ઈમ્પાવરમેન્ટ માટે પણ ગુજરાતનું ગૌરવ છે.અલગ-અલગ નાના ગામડાની અનસ્કીલ મહિલાઓને સ્વાવલંબી અને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ અત્યંત સરાહનીય છે.અનસ્કીલ કે ઓછા ભણેલ મહિલા કર્મચારી પણ બેન્કિંગ, એકાઉટિંગ, ઈમ્પોર્ટ-એક્સપોર્ટ, સર્કિટ ડિઝાઇનિંગ જેવા મહત્વના કામો ટ્રેનિંગ દ્વારા સરળતાથી ઓપરેટ કરે છે.અનેક એવોર્ડોથી સન્માનિત ઓરેવા બ્રાન્ડ લાઈટિંગ, ઇલેક્ટ્રીકલ, ઇલેક્ટ્રોનિક્સ, હોમ એપ્લાયન્સિસ, બેટરી સંચાલિત ઈ-બાઈક્સ જેવી ઘણી બધી પ્રોડક્ટસનું ઉત્પાદન કરે છે અને વુમન એમ્પાવરમેન્ટમાં સમગ્ર ગુજરાતમાં મોખરાનું સ્થાન ધરાવે છે જે મોરબી માટે ગૌરવની વાત છે.ત્યારે કારખાનેદાર જયસુખભાઇ પટેલ દ્વારા પોતાની પુત્રીના લગ્ન પ્રસંગ નિમિત્તે પોતાના કારખાનામાં કામ કરતાં પાંત્રીસો જેટલા કર્મચારીઓને મોંઘાદાટ મોમેન્ટો આપવામાં આવ્યા હતા.
