મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી નજીકથી દારૂની એક બોટલ સાથે બે શખ્સ પકડાયા, 90 હજારથી વધુનો મુદામાલ કબ્જે


SHARE









મોરબી નજીકથી દારૂની એક બોટલ સાથે બે શખ્સ પકડાયા, 90 હજારથી વધુનો મુદામાલ કબ્જે

મોરબી નજીક આવેલ વેદેહી ફાર્મ પાસેથી રીક્ષા પસાર થઈ રહી હતી તે રિક્ષાને રોકીને પોલીસે રિક્ષામાં જઈ રહેલા શખ્સોને ચેક કર્યા હતા ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને દારૂ, બે મોબાઈલ અને એક રિક્ષા મળીને 90,640 નો મુદ્દામાલ કબ્જે કરીને હાલમાં બે આરોપીની ધરપકડ કરેલ છે અને માલ આપનારનું નામ સામે આવ્યું છે જેથી કરીને તેને પકડવા માટે પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ વેદેહી ફાર્મ પાસેથી પસાર થતી રીક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 3157 ને રોકીને પોલીસે ચેક કરતા રિક્ષામાં જઈ રહેલા બે શખ્સો પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 640 ની કિંમતની દારૂની બોટલ તથા 50,000 રૂપિયાની કિંમતની રીક્ષા અને 40,000 રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોન આમ કુલ મળીને 90,640 ની કિંમતના મુદ્દામાલ સાથે પોલીસે શાહરૂખ અલ્લારખા શાહમદાર (33) રહે. કુબેર નાથ રોડ ગ્રીન ચોક પાસે મોરબી તથા સબીર ગફારભાઈ મોવર (30) રહે. કાલિકા પ્લોટ સાયન્ટિફિક રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક દરમિયાન દારૂની આ બોટલ સમીર રફીકભાઈ પલેજા રહે. કાલિકા પ્લોટ શેરી નં. 6 મોરબી વાળા પાસેથી મેળવી હોવાનું સામે આવતા પોલીસે ત્રણેય સામે ગુનો નોધીને ત્રીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News