મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી નજીક આઈપીએલની મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ


SHARE







મોરબી નજીક આઈપીએલની મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ

મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ રાજધાની હોટલ પાસે આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર રનફેરનો હારજીતનો જુગાર રમતા હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતું જેથી પોલીસે સ્થળ ઉપરથી 10,210 રૂપિયાની રોકડ તથા 5000 રૂપિયાની કિંમતનો એક મોબાઈલ ફોન આમ કુલ મળીને 15,210 ના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી અને જે આઈડી ઉપરથી જુગાર રમતા હતા તેના હેન્ડલરને પકડવા તજવીજ હાથ ધરી છે

મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીમાં હળવદ હાઇવે રોડ ઉપર આવેલ રાજધની હોટલ પાસે જાહેરમાં મોબાઈલ ફોન ઉપર એનએનએસ 1425 આઈડીના હેન્ડલર સાથે ઓનલાઈન ઓલ નામની એપ્લિકેશનમાંથી આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર રનફેરનો જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે સ્થળ ઉપરથી અશોકભાઈ હીરાભાઈ જોશી (29) રહે. સરતાનપર રોડ કમાન્ડર કારખાનાની ઓરડીમાં મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 10,210 રૂપિયાની રોકડ તથા 5000 રૂપિયાની કિંમતનો મોબાઇલ ફોન આમ કુલ મળીને 15,210 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને જે આઈડી ઉપરથી જુગાર રમતા હતા તેના હેન્ડલરને પકડવા માટેની પોલીસે તજવીજ હાથ ધરી છે.






Latest News