મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખાખરેચી ગામે પ્રેમલગ્ન કરનારા યુવાનના ઘરમાં ઘૂસીને યુવતીના પિતા, માતા અને બહેને તોડફોડ કરીને આગ ચાંપી દીધી


SHARE









માળીયા (મી)ના ખાખરેચી ગામે પ્રેમલગ્ન કરનારા યુવાનના ઘરમાં ઘૂસીને યુવતીના પિતા, માતા અને બહેને તોડફોડ કરીને આગ ચાંપી દીધી

માળીયા (મી)ના ખાખરેચી ગામે રહેતા યુવાને પ્રેમલગ્ન કરેલા હોય તે બાબતનું મનદુઃખ રાખીને યુવતીના પિતા, માતા અને બહેન યુવાનના ઘરે આવ્યા હતા અને ત્યાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ ઘરવખરીની વસ્તુઓમાં કુહાડી અને ત્રિકમ ઘા મારીને તોડફોડ કરવામાં આવી હતી તથા ઘરમાં આગ ચાંપી દેવામાં આવી હતી અને ઘરમાં 1 લાખનું નુકસાન કરવામાં આવ્યું છે જેથી હાલમાં પ્રેમ લગ્ન કરનાર યુવાનના કાકાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

માળીયા (મી) તાલુકાના ખાખરેચી ગામે રહેતા નરેશભાઈ પ્રભુભાઈ ઉચાણા (42)એ હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઓસમાન અલ્લારખા મોકરસી, અમીના ઓસમાનભાઈ મોકરસી અને માહેનુર ઓસમાનભાઈ મોકરસી રહે. ત્રણેય ખાખરેચી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેના ભાઈના દીકરાએ આરોપીની દીકરી સાથે પ્રેમલગ્ન કરેલા હોય જે બાબતનું મનદુઃખ ચાલતું હોય તેનો ખાર રાખીને ફરિયાદીના મોટાભાઈ નવઘણભાઈના ઘરની અંદર આરોપીઓ કુહાડી અને ત્રિકમ જેવા હથિયાર લઈને આવ્યા હતા અને ત્યાં ફરિયાદીના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ ઘરની અંદર પડેલ ઘરવખરીની વસ્તુઓમાં કુહાડી અને ત્રિકમના ઘા મારીને નુકસાન કર્યું હતું તથા ઘરમાં આગ ચાંપી દઈને 1,00,000 નું નુકશાન કર્યું હતું જેથી હાલમાં પ્રેમલગ્ન કરનાર યુવાનના કાકાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News